Doctor Rani Indra Bharati Suicide: આજકાલ સોશિયલ મીડિયા પર આપઘાતના બનાવો ના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો જમુઈમાં 32 વર્ષીય મહિલા ડોક્ટરે(Doctor) આપઘાત(Suicide) કર્યો છે. ડોક્ટર રાણી ઇન્દ્રા ભારતીની ડેડબોડી તેમના ઘરમાં લટકતી હાલતમાં મળી આવી હતી. તેના લગ્ન દસ દિવસ પહેલા સમસ્તીપૂરના એક ડોક્ટર સાથે નક્કી થયા હતા.
રાણી ઇન્દ્રા ભારતી ને બાંકા જિલ્લાના ખેસર આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ કરવામાં આવી હતી. નાના ભાઈનું કહેવું છે તેને આઠ મહિનાથી પગાર મળ્યો નથી, એના કારણે તે પરેશાન હતી. આ મામલો સોમવારે મોડી સાંજે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના સરચન નવાદા વિસ્તારનો છે.
ડોક્ટર ના પિતાનું નામ પ્રમોદ પંડિત છે, નાનાભાઈ રાજને જણાવ્યું કે રાણીને ઓગસ્ટ 2022 થી પગાર નથી મળી રહ્યો. જેના કારણે તેને આ પગલું ભર્યું છે, ડોક્ટર રાણી ને બાંકા જિલ્લાના ખેસર આરોગ્ય કેન્દ્રમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ તે જમુઈમાં તેના ઘરે આવી હતી, રાણીએ કોરોનાના સમયગાળા દરમિયાન જમુઈ સદર હોસ્પિટલમાં પણ ફરજ બજાવી હતી.
ડોક્ટરની લાશ તેના ઘરમાં લટકતી હાલતમાં મળી આવી હતી, તેણીએ આપઘાત કર્યો ત્યારે તે ઘરે એકલી હતી. જ્યારે નાનો ભાઈ ઘરે પહોંચ્યો ત્યારે તેણે તેની બહેનને ફાંસીથી લટકતી જોઈ, આ પછી તેણે પોલીસને જાણ કરી હતી. ટાઉન પોલીસ સ્ટેશનને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી, દીકરીના મોત બાદ પરિવારજનો રડતા રડતા હોસ્પિટલ પહોંચ્યા હતા.
ટાઉન પોલીસ સ્ટેશનના પ્રમુખ રાજીવ કુમાર તિવારી પણ સદર હોસ્પિટલ પહોંચ્યા જ્યાં તેમણે મૃતકના સંબંધીઓ પાસેથી સંપૂર્ણ માહિતી લીધી હતી. પોલીસ સ્ટેશનના પ્રમુખ રાજીવ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે મહિલા ડોક્ટરનું સદર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હાલમાં મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે એફઆરઆઇ નોંધીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment