હાલમાં કોરોના ની સ્થિતિ રાજ્યમાં દિવસેને દિવસે વકરી રહી છે ત્યારે સરકાર દ્વારા વારંવાર લોકોને નિયમોનું પાલન કરવા માટે વિનંતી કરવામાં આવતી હોય છે. અમુક નેતાઓ અધિકારીઓ અથવા કાર્યકર્તાઓ દ્વારા નિયમોનું પાલન ન કરતા જોવા મળે છે.પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન અનેક વખત નિયમોનું પાલન ન કરતા જોવા મળ્યા હતા. ફરી એક વખત ડીસાના એક ગ્રામ્ય વિસ્તારના ખાતમુર્હૂત માં ધારાસભ્ય શશીકાંત પંડયા અને કિંજલ દવેની ઉપસ્થિતિમાં સામાજિક અંતર ના ધજાગરા ઉડયા હતા.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, સરકાર અનેક માધ્યમો થી લોકોને નિયમોનું પાલન કરવા માટે સતત પ્રેરણા આપી રહી છે, જ્યારે જરૂર પડે ત્યારે કડકાઈ પણ કરવામાં આવી રહી છે.સમજું નાગરિકો દ્વારા તેનું પાલન કરવામાં આવે છે પરંતુ ક્યારેક કેટલાંક વિસ્તારોમાં પાલન થતું નથી. હાઇકોર્ટ ની સુચના મુજબ તંત્ર લોકો પાસે રોકડા 1000 સુધીનો દંડ પણ કરે છે. મોટી રકમ ગુજરાતીઓ અત્યાર સુધીમાં ભરી છે અને કાયદો તમામ વ્યક્તિઓને લાગુ પડે છે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે,જે વ્યક્તિઓ વધુ જવાબદાર સ્થાન ધરાવતા હોય અને સામાજિક અગ્રણી હોય તેમને પણ આ નિયમોનું સારી રીતે પાલન કરવું જોઈએ. દાખલારૂપ બનાવવાનું કામ બધા હોદ્દેદારો અને આગેવાનો એ કરવું જોઈએ. જેથી દરેક નાગરિકો તેમાંથી પ્રેરણા લઈને નિયમોનું પાલન કરી શકે.તમને સ્થાનિક તંત્રને ટકોર કરતા કહ્યું .
જે તે વિસ્તારમાં નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સ્થાનિક તંત્રની હોય છે ત્યા દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જોઈએ અને સોશ્યલ ડિસ્ટન્સ નું ફરજિયાત પણે પાલન કરવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment