દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા છ દિવસની મુલાકાત માટે ગુજરાત આવ્યા છે. તેઓ હિંમતનગર થી બસ હવે પરિવર્તન જોયા આદરણી શરૂઆત કરી હતી અને તેઓની આ યાત્રા ઉત્તર ગુજરાતમાં ચાલશે અને આ યાત્રાનું મહેસાણામાં આયોજન કરવામાં આવ્યું હતું અને તેજ અનુક્રમમાં મનીષ સિસોદિયા પાટણમાં હવે આ યાત્રામાં ભાગ લીધો છે.
મનીષ સિસોદિયાએ ઊંઝાના પ્રસિદ્ધ ઉમિયા માતાજીના મંદિરે માતાજીના દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન બાદ તેઓએ જન સંવાદ માં ભાગ લીધો હતો.તેઓએ જણાવ્યું કે પંજાબની અંદર પણ કામ થવા લાગ્યું છે અને પંજાબ અને દિલ્હીને જોઈને ગુજરાતમાં પણ પરિવર્તનનો અવાજ આવ્યો છે અને હવે માત્ર પરિવર્તનની જરૂર છે.
ગુજરાતમાં પણ હવે લોકો કઈ રહ્યા છે કે પરિવર્તનની જરૂર છે અને 27 વર્ષથી ભાજપને હરાવવાના ચક્કરમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપને હટાવવા માટે જીતી જાય છે. અને પછી ભાજપની સરકાર બનાવે છે અને ભાજપના જ કામમાં આવે છે. તેમને શાળાઓ નથી બનાવી હોસ્પિટલ નથી બનાવી પરંતુ કેજરીવાલ એ ગુજરાતમાં આવવાનીશરૂઆત કરી તો ગુજરાતના લોકો જોવા લાગ્યા કે દિલ્હીમાં શાળાઓની વિજય મફત હોઈ શકે પંજાબમાં પણ હોઈ શકે તો ગુજરાતમાં શા માટે ન હોઈ શકે.
આટલું પ્રામાણિક નેતૃત્વ આટલો મહેનતો માણસ અરવિંદ કેજરીવાલ જેવો અને તેમની સાથે ઈશુદાન ગઢવી જેવા માણસ તમને નહીં મળે જે રાજકારણમાં કરિયર બનાવવા નથી આવ્યા પરંતુ અમારા અને તમારા બાળકોનું કરિયર બનાવવા માટે આવ્યા છે. તે તેજસ્વી પત્રકાર હતા અને તેના ઘણા વિડીયો જોયા હશે ને એટલા માટે નહીં આવ્યા કારણ કે તે નેતા બનશે. ચાર લોકો તેના ગળામાં માળા ઘેર આવશે બે લોકો સલામ કરશે તે તેના માટે નથી આવ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment