કોરોના મહામારી ના કારણે લગભગ દસેક મહિના કરતાં પણ વધારે સમયથી શાળાઓ બંધ છે.જોકે અત્યાર સુધી બાળકોને ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેવામાં હવે નવા વર્ષની શરૂઆત અનેક રાજ્યોની શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે.
પરીક્ષા તેમજ અન્ય વસ્તુઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળાઓ ચાલુ કરવામાં આવી રહી છે.હાલમાં શાળા ખોલવાનો દર યથાવત્ છે. ઓડિશાની વાત કરીએ તો રાજ્યમાં શાળાઓ ખૂલ્યા ના માત્ર 3 દિવસની અંદર જ.
31 શિક્ષક અને વિદ્યાર્થીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. માર્ગદર્શિકા, સોશિયલ ડિસ્ટન્સ,માસ્ક સહિતની માર્ગદર્શિકા સાથે શાળા શરૂ કરવા છતાં કોરોનાથી વિદ્યાર્થીઓને બચાવી શકાયા નથી.મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડો. પ્રદીપકુમાર પાત્રા.
એ આ જાણકારી આપી છે. તેઓએ કહ્યું કે શાળા ની અંદર 31 નવા કોરોના કેસ નોંધાયા છે.જેમાં 90 ટકા શિક્ષકો સામેલ છે.જે શાળાઓમાં કોરોના કેસ સામે આવ્યા છે તે તમામ શાળાઓને બંધ કરાવવામાં આવી છે.
આજે 31 લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાં 29 શિક્ષકો છે જ્યારે 2 વિદ્યાર્થીઓ છે. પહેલાથી જ કોરોના ના કારણે પોતાના બાળકોને શાળાએ મોકલવામાં વાલીઓ ખચકાટ અનુભવતા હતા ત્યારે આ સમાચાર બાદ વધારે ડર અનુભવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment