ખેડૂતોને મોજે મોજ..! સીઝન શરુ થતા સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડમા કપાસના ભાવમાં થયો મોટો વધારો, જાણો લો..

મિત્રો સૌરાષ્ટ્રમાં કપાસનું સૌથી વધારે વાવેતર અમરેલી જિલ્લામાં થાય છે જેના કારણે માર્કેટ યાર્ડમાં કપાસની આવક દિવસે વધારે થતી હોય છે ત્યારે આ વર્ષે સીઝનની શરૂઆતમાં જ કપાસના ભાવ ખૂબ જ સારા જોવા મળી રહ્યા છે અને ધીરે ધીરે કપાસના ભાવમાં ઘટાડો પણ થઈ રહ્યો છે

ત્યારે એક સમયે કપાસના ભાવ 1400 રૂપિયાની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા પરંતુ સતત તેજીના કારણે હાલ કપાસના ભાવ 1550 રૂપિયા છે.અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ તલ અને કાળા તલ નું વાવેતર કરવામાં આવતું હોય છે.

સાવરકુંડલા યાર્ડમાં ઝીણી મગફળીના 1310 રૂપિયા ભાવ રહ્યો હતો અને સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસ નો ભાવ 1251 રૂપિયાથી લઈને 1568 રૂપિયા બોલાયો હતો અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1250 મણ કપાસની આવક થઈ હતી.

સાવરકુંડલા યાર્ડમાં ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 400 રૂપિયા થી લઈને 437 રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 437 રૂપિયાથી લઈને 601 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 1400 મણ ઘઉંની આવક થઈ હતી.

સોયાબીન નો ભાવ 750 થી 831 રૂપિયા બોલાયો હતો અને 25 મણ સોયાબીનની આવક થઈ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈ રહ્યા છે ત્યારે ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*