દેશમાં દિવસેને દિવસે જીવન-જરૂરિયાતની વસ્તુઓનો અભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે. જ્યારે ગરમીની શરૂઆત થતાં જ લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. ઉનાળાની અસર સૌથી વધુ લીંબુના ભાવ પર પડી છે.
લીંબુના ભાવની વાત કરીએ તો ભાવનગરમાં સારી ગુણવત્તાવાળા લીંબુ 200 રૂપિયાથી લઈને 240 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે. ઉનાળાની સિઝનમાં અનેક ખાણીપીણી તેમજ વિવિધ ઠંડાપીણામાં લીંબુની ખાસ જરૂર પડે છે. ત્યારે લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે.
ભાવ વધારાના કારણે મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીના બોજમાં વધારો થયો છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે લીંબુના પાકને ભારે નુકસાન થયું હતું. આ કારણોસર આ વર્ષે લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. 15 દિવસ પહેલા 60 થી 70 રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા હતા.
ત્યારે આજરોજ 200 થી 240 રૂપિયાના કિલો લીંબુ વેચાઇ રહ્યા છે. માત્ર થોડાક દિવસોમાં જ લીંબુના ભાવમાં ચાર ગણો વધારો થતાં સામાન્ય જનતા મુંઝવણમાં મુકાય છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે લીંબુના પાકને મોટું નુકસાન થયું હતું.
આ વર્ષે રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાં લીંબુની માગ વધી ગઈ છે. બજારમાં લીંબુની જેટલી માંગ છે તેટલું ઉત્પાદન લીંબુનું થયું નથી. આ કારણોસર લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. હજુ પણ આગામી સમયમાં લીંબુના ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment