રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. મહાનગરપાલિકાઓની અને નગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરી અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે. 5 માર્ચ જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામો જાહેર થશે.
અહીં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. છ મહાનગર પાલિકા, આઠ નગરપાલિકા,31 જીલ્લા પંચાયત,231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.ગુજરાત રાજ્ય માંથી પહેલી ફેબ્રુઆરી રાજ્યના ચાર મહાનગરો એટલે કે સુરત વડોદરા રાજકોટ અને અમદાવાદમાં રાત્રિ કરફ્યુ દૂર થવાની પૂરેપૂરી શક્યતા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અસર હવે હાલ માં દેખાય તેવી શક્યતા છે અને જો રાત્રી કર્ફ્યુ હટાવાયો તો રાત્રે કરફ્યૂમાં છુટ છાટ અપાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. દંડની રકમ રૂપિયા 1000 હોવાથી ચૂંટણી દરમિયાન.
વિપરીત અસર થવાની સંભાવનાનો રિપોર્ટ સરકારને મળ્યો છે.માસ્ક ના દંડ માં પણ ઘટાડો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે અને રાજ્ય ચૂંટણી આયોગના.
કમિશનર દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે.ચૂંટણીપંચ દ્વારા બે તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આયોજિત થાય તેવી અગાઉથી જ સંભાવના હતી.91700 થી વધારે ઇવીએમ નો ઉપયોગ થશે અને.
રાજ્યમાં આજથી લાગુ થઈ જશે આચાર સહિતા,અહીં બે તબક્કામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ત્રીજો મોરચો પણ અસ્તિત્વમાં આવી રહ્યો છે ત્યારે આ ચૂંટણીમાં ગુજરાત રાજ્ય માં ત્રિપાંખિયો જંગ યોજાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment