ત્રણેય મોટા રાષ્ટ્રોના નિર્ણય થી પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. હાલ કાચા તેલ નો સપ્લાય પ્રયાપ્ત નહી હોવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ઓપેક રાષ્ટ્રોને આગ્રહ કર્યા છતાં પણ તેલ ઉત્પાદક દેશ ફૂડ સપ્લાયનો પક્ષ લઈ રહ્યા નથી
જેના કારણે ફૂડ ની એક કુત્રિમ અછત ઊભી થઈ છે. આ કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાને પહોંચી ગઈ છે. આ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ભારત, જાપાન અને અમેરિકાએ ખાસ રણનીતિ તૈયાર કરી છે. રણનીતિ પ્રમાણે ફૂડ ના ભંડારને ખોલવામાં આવશે જેથી ફૂડનો સપ્લાય પૂરતો મળી રહેશે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પોતાના કાચા તેલના ભંડાર થી 50 લાખ બેરલ કાચું તેલ કાઢી શકે છે. આ પગલું સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઘટાડો કરવા માટે ભરાયું છે.રિઝર્વ ભંડાર થી કાચું તેલ કાઢ્યા બાદ સ્થાનિક બજારોમાં
7 દિવસની અંદર સપ્લાય સુચારુ રીતે થઈ શકે છે. તેના કારણે ઇંધણના ભાવમાં ઘટાડો થવાની સંભાવના વધી જશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના પગલાંથી દુનિયાના બાકી રાષ્ટ્રો પોતાની પાસે રહેલ રિઝર્વ ઇંધણ બહાર કાઢી શકે છે. જેના કારણે ઇંધણના ભાવમાં ઘટાડો થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment