અમદાવાદના ધંધુકા ખાતે રહેતા કિશન ભરવાડની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાની બાબતે જીવ લઈ લેવામાં આવ્યો હતો. કિશન ભરવાડનું મૃત્યુ થતાં જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. કિશન ભરવાડના ઘરે 20 દિવસ પહેલા જ એક નાનકડી દીકરીનો જન્મ થયો હતો. દીકરીના જન્મના થોડાક દિવસ બાદ પિતાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
એક નાનકડી દીકરી એ પિતાનું મૃત્યુ થતાં પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને કિશન ભરવાડના પરિવારજનોની એક જ માંગ છે કે, 20 દિવસની દીકરીના પિતાનો જીવ લેનાર આરોપીઓને સજા મળે અને પરિવારને ન્યાય મળે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો કિશન ભરવાડ ધંધુકાના મોઢવાડા વિસ્તારમાં પોતાની પત્ની, માતા-પિતા અને 20 વર્ષની દીકરી સાથે રહેતો હતો. કિશન ભરવાડ પોતાની ઝેરોક્ષની દુકાન ધરાવતો હતો.
સાથે મૃત્યુ પામેલો કિશન ભરવાડ પશુપાલનનો વ્યવસાય પણ કરતો હતો. તે નાનપણથી જ ધંધુકા ખાતે રહેતો હતો. ખાપર સ્થાનિકોએ જણાવ્યું કે કિશન ભરવાડની કોઈની સાથે પણ દુશ્મની ન હતી.
20 દિવસ પહેલા ઘરમાં દીકરીનો જન્મ થતાં જ પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું. હજુ તો દીકરીને પિતાનો પ્રેમ મળે તે પહેલાં જ પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. કિશન ભરવાડનું મૃત્યુ થતા પરિવારજનો અને સમગ્ર માલધારી સમાજમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
એટલું જ નહીં પરંતુ કિશન ભરવાડની પ્રાર્થના સભામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. જ્યાં કિશન ભરવાડ ની માત્ર 20 દિવસની દીકરીને હાથમાં લઈને તેઓ ભાવુક થઇ ગયા હતા. અને ઝડપથી ના આપવામાં આવે તેવી ખાતરી કિશન ભરવાડના પરિવારને આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment