આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવજી એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ મીડિયા ને સંબોધતા કહ્યું કે આજે બહુ મોટી પ્રતિમા અવાજની પાર્ટી સાથે જોડાઈ રહી છે અને રેશમા પટેલ એનસીપીમાં પ્રદેશ મહિલા પ્રમુખ રહી ચૂક્યા છે અને રેશમા પટેલ ગુજરાતમાં જે પાટીદાર આંદોલન થયું હતું તેમાં અગ્રણી ચહેરો હતો અને રેશમા પટેલે ગુજરાતમાં લાંબા સમયથી સામાજિક કાર્ય કર્યા છે અને લોકો સાથે જોડાઈને
જમીનની સ્તરના સામાજિક કાર્ય કર્યા છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે અને ગુજરાતમાં જે રીતે મહિલા સશક્તિકરણ થઈ રહ્યું છે અને તમામ મહિલાઓ તેમના દાયકાઓના સામાજિક કાર્ય અને રાજનીતિક કાર્ય કરવાના અનુભવ સાથે પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે.રેશમા પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીના નામમાં જેટલા ગુણો છે કે તે દર્શાવે છે કે સામાન્ય વ્યક્તિની પીડા સમજવા વાળી પાર્ટી છે અને મેં હંમેશા ગુજરાતના
ગરીબ લોકો પીડિત લોકોને શોષિત લોકો માટે અવાજ ઉઠાવવા માટે મારી શક્તિ અર્પણ કરી છે ને હું ઈચ્છું છું કે મારી શક્તિ અને સમય હું એવી પાર્ટી સાથે જોડાઈ જાવ જ્યાં ગુજરાતની જનતાનું ભવિષ્ય છે અને ગુજરાતમાં એક સામાન્ય વ્યક્તિની માંગ હોય છે કે બસ રોટી કપડા અને મકાન મળી જાય જેના માટે સારી શિક્ષણ વ્યવસ્થા ની જરૂર છે ને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાની આ તમામ જરૂરિયાતો ચોક્કસપણે પૂરી કરી શકશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment