અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે લોકો એવી હરકતો કરતા હોય છે. જે હરકતોને જોતા એવું લાગે છે કે આધુનિક જમાનામાં લોકોનામાં થોડી પણ માનવતા રહી નથી. સોશિયલ મીડિયા પર પોલીસ પણ ઘણી વખત ચર્ચામાં રહેતી હોય છે. કોઈક વાર સારા કામ માટે તો કોઈક વાર બેકાર હરકતોને કારણે પોલીસ પણ ચર્ચામાં આવે છે. સોશિયલ મીડિયા પર અત્યારે પુણે રેલવે સ્ટેશન નો એક પોલીસ કર્મી નો વિડીયો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક પોલીસ સ્ટેશનના પ્લેટફોર્મ પર સુતેલા લોકો પર પાણી રેડીને તેમને જગાડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ટ્વીટર યુઝર રૂપેન ચૌધરીએ શુક્રવારે અપલોડ કર્યો હતો. વિડીયો શેર કર્યા પછી નેટિજન્સે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે અને વિડિયો પર કમેન્ટ નો વરસાદ થઈ રહ્યો છે.
પુણે ડિવિઝનલ રેલવે મેનેજર ઇંદુ દૂબેએ વીડિયોને અફસોસજનક બતાવ્યો હતો. તેમણે કહ્યું કે પ્લેટફોર્મ પર લોકોના સુવાને કારણે અન્ય મુસાફરોને અસુવિધા ઊભી થતી હોય છે, પરંતુ લોકોને આ રીતે ઉઠાડવાની રીત યોગ્ય નથી. વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ થયા પછી અત્યારે સુધીમાં 20 લાખ લોકોએ જોઈ લીધો છે.
લોકો જાત જાતની કોમેન્ટ કરી રહ્યા છે, એક યુઝરે આને શરમજનક હરકત જણાવી છે. તો બીજા યુઝરે આ કૃત્યને સારા પાઠ તરીકે ગણાવ્યું કે બીજી વખત પ્લેટફોર્મ પર લોકો ન સૂઈ જાય. એક અન્ય યુઝરે લખ્યું છે કે સરકારે વધારે વેઇટિંગ હોલ બનાવવા જોઈએ જેથી લોકોએ પ્લેટફોર્મ પર સૂવું ન પડે.
જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે પ્લેટફોર્મ પર ન સુવાનો નિયમ છે, કાયદાને સમજાવવાનો આ એક સરળ રસ્તો છે, તે તેમના માટે એક પાઠ જેવું છે. આ વિડીયો વાયરલ થવાને કારણે ભારે ચર્ચા ઊભી થઈ છે. પરંતુ દેશભરના રેલ્વે સ્ટેશન ઉપર આવું અનેક વખત જોવા મળે છે, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર અનેક લોકો ઊંઘતા જોવા મળતા હોય છે.
પોલીસ તેમને દંડા બતાવીને ઉઠાડે છે, એમાં ઘણી વખત સાવ નવરા લોકો પણ પ્લેટફોર્મ પર સુવા આવી જતા હોય છે. અમુક લોકો તો એવા હોય છે જેમને વારંવાર સૂચના આપવા છતાં તેઓ ત્યાંથી હટતા નથી. આવા સંજોગોમાં પોલીસો આવી રીતે પ્રયોગો કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment