આસામમાં ભાજપે શાનદાર જીત મેળવીને સત્તામાં વાપસી કરી એ સાથે મુખ્યમંત્રી પદના મામલે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.સર્બાનંદ સોનોવાલ પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી હતા પણ હિંમત બિશવ સરમાએ પોતાને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવવાની જીદ પકડતા.
ભાજપે સોનોવાલ ને ચૂંટણી પહેલા મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાનું ટાળ્યું છે. પરિણામો પછી તેમના નામે અંગે વિચારણા કરવાની ખાતરી આપી ને સરમાને બનાવી લેવાયા હતા.
રવિવારે બપોર સુધીમાં જ ભાજપ ફરી સરકાર રચશે એ સ્પષ્ટ થઇ જતાં સરમાએ ફરી આ મુદ્દો ઉઠાવ્યો. આસામમાં ભાજપના પ્રભારી તરીકે રાષ્ટ્રીય ઉપપ્રમુખ જય પાંડા છે.
સરમાએ પાંડા ને મળીને સ્પષ્ટ કર્યું કે આ વખતે તેમના નામનો વિચાર નહીં કરાય તો પોતે વિચારવું પડશે. પાંડા એ સરમાની અમિત શાહ સાથે વાત કરાવી ને તેમને શાંત પાડ્યા.
અમિત શાહ ની સૂચનાથી પાંડા એ નીવેદન પણ આપ્યું કે ભાજપે મુખ્યમંત્રી પદ અંગે કોઈ નિર્ણય લીધો નથી ને પાર્લામેન્ટરી બોર્ડ અંતિમ નિર્ણય લેશે.
પાંડા એ આસામ ની જીત માટે મોદીની યોજનાઓએ જવાબદાર છે એવું કહીને સોનોવાલને પણ પતું કપાવવાનો સંકેત આપી દીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment