મિત્રો છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. નાની નાની વાતમાં લોકો આ પગલું ભરી રહ્યા છે. ત્યારે ધોરણ-9માં ભણતી એક વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના ભોપાલમાં બની હતી. આ પગલું ભર્યું તે પહેલા વિદ્યાર્થીની પરિવારની સાથે મેજિક શો જોઈને મોજ-મસ્તી કરતી ઘરે પાછી આવી હતી.
પરિવારના લોકોનું કહેવું છે કે, દીકરીને આ શો ખાસ પસંદ આવ્યો ન હતો. પરિવારના લોકોએ વધુમાં જણાવ્યું કે, ઘરે આવ્યા બાદ દીકરીએ પોતાના પપ્પા માટે ચા બનાવી અને હસતા મોઢે પપ્પાને ચા આપી હતી. ત્યારબાદ તે પોતાની રૂમમાં ચાલી ગઈ હતી અને તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં પરિવારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈપણ પ્રકારનું સુસાઇડ નોટ મળી આવ્યું નથી. પરિવારને પણ દીકરીએ આવું પગલું ભર્યું તે સમજાતું નથી. દીકરીના મૃત્યુ બાદ તેના માતા-પિતાની હાલત દયનીય થઈ ગઈ છે. મૃત્યુ પામેલી વિદ્યાર્થીની ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને તેને ધોરણ-8માં ટોપ કર્યું હતું.
મૃત્યુ પામેલી દીકરીનું નામ અંશુ હતું અને તેની ઉંમર 15 વર્ષની હતી. દીકરીના પિતા અવધેશ પ્રજાપતિ સેનામાંથી રિટાયડ થયા છે. મળતી માહિતી અનુસાર અંશુ રવિવારના રોજ પોતાના માતા-પિતા અને પડોશીઓ સાથે મેજિક શો જોવા માટે ગઈ હતી. મેજિક શો જોયા બાદ લગભગ સાંજે પાંચ વાગ્યાની આસપાસ તેઓ ઘરે પરત ફર્યા હતા.
ઘરે પરત ફર્યા બાદ અંશુએ પોતાના પપ્પા માટે હસતા મોઢે ચા બનાવી હતી અને પોતાના પપ્પાને ચા આપી હતી. ચા આપ્યા બાદ તે પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. રૂમમાંથી અંશુ બે કલાક સુધી બહાર ન આવી ન હતી. ત્યારબાદ અંશુની માતા તેની બોલાવવા માટે જાય છે, પરંતુ અંશુ રૂમનો દરવાજો ખોલતી નથી.
ત્યારબાદ પરિવારના લોકો પડોશીઓની મદદથી રૂમનો દરવાજો તોડ્યો છે. જ્યારે રૂમની અંદર ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી ત્યારબાદ પરિવારના લોકો તેની નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
જ્યોતિ માહિતી અનુસાર દીકરીએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment