એકવાર ફરીથી દેશમાં લોકડાઉન લાદવાનું છે અને દિવાળી સુધીમાં બધી ટ્રેન સેવાઓ બંધ રહેશે. શું તમે પણ આવો કોઈ મેસેજ વાંચ્યો છે અને જો ન વાંચ્યો હોય તો આપને જણાવી દઇએ કે આ વાયરલ મેસેજમાં જણાવવામાં આવી રહ્યું છે કે કોરોનાવાયરસ ની ત્રીજી લહેર ને જોતા દેશમાં એક વાર ફરીથી લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે.
PIB ફેકટ ચેક દ્વારા આ વાયરલ મેસેજ વિશે માહિતી આપવામાં આવી છે.PIB ફેકટ ચેકે એ પોતાના ટ્વીટર પર આ ખબર વિશે જણાવ્યું છે કે કોરોનાવાયરસ ની સંક્રમિર્તો ની સંખ્યામાં વધારો થવાના કારણો કાલ સવારથી દેશભર માં લોકડાઉન લગાવવામાં આવશે અને આ ઉપરાંત દિવાળી સુધી દેશભરમાં તમામ ટ્રેન સેવા પણ બંધ રહેશે.
પીઆઇબી ચેક દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.PIB ફેકટ ચેકે પોતાની ટ્વિટમાં આ મેસેજનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.જેમાં જોવા મળી રહ્યું છે કે ભારત સરકારે દેશ વ્યાપી લોકડાઉન અને ટ્રેન સેવાઓને બંધ કરવા અંગે કોઈપણ જાહેરાત કરી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment