આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત, જાણો પેટ્રોલ-ડીઝલનો ભાવ…

59

દેશમાં છેલ્લા થોડાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરકારી તેલ કંપની દ્વારા સતત વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાથી રાહત મળી છે. આજરોજ સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઇ પણ વધારો કરવામાં આવ્યો નથી.

સોમવારના રોજ પેટ્રોલની કિંમતમાં પ્રતિ 30 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો થયો હતો. મળતી માહિતી અનુસાર આ મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 2.80 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટરે 3.30 રૂપિયાનો વધારો થયો છે.

ગુજરાતમાં પેટ્રોલ ડિઝલના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.20 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 100.41 રૂપિયા પહોંચ્યો છે. સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.76 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 99.91 રૂપિયા પહોંચ્યો છે.

રાજકોટમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.66 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 99.81 રૂપિયા પહોંચ્યો છે. વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.55 રૂપિયા પ્રતિ લિટર ડીઝલનો ભાવ 99.68 રૂપિયા પહોંચ્યો છે.

દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.44 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 93.17 રૂપિયા પહોંચ્યો છે. મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 110.41 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 101.03 રૂપિયા પહોંચ્યો છે.

કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 105.05 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 96.24 રૂપિયા પહોંચ્યો છે. ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.19 રૂપિયા પ્રતિ લિટર ડીઝલનો ભાવ 97.56 રૂપિયા પહોંચ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6 વાગે ફેરફાર થાય છે. 6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!