ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ માટે સમાચાર વધારો થઈ રહ્યો છે અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાતમાં ફરી લોકડાઉન લાડશે એવી અટકળો શરૂ થઇ ગઇ છે. ગુજરાત હાઇકોર્ટ કોરોના ની સ્થિતિ ગંભીર હોવાનું અવલોકન કરીને.
રાજ્યમાં લોકડાઉન ની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું જણાવ્યું છે. હાઈકોર્ટનું અવલોકન ગંભીર અને રાજ્યની સરકાર અવલોકનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકડાઉન લાદી દેશે એવી અટકળો શરૂ થઇ ગઇ છે.
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે કોરોના ની સ્થિતિ ની ગંભીરતા સમજીને વિજય રૂપાણી સરકાર ને નિર્દેશ આપ્યો છે કે.
કોરોના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસમાં લાદવો જોઈએ એવી હાઈકોર્ટે ટકોર કરી છે.
હાઈ કોર્ટે એમ પણ કહ્યું છે કે, વિક એન્ડ કર્ફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે કે જેથી કોરોના ને રોકી શકાય. હાઈકોર્ટના આદેશના પગલે ગુજરાતમાં લોકડાઉન લાદી દેવાશે તેવી અટકળો શરૂ થઈ છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક રાજ્યોમાં કોરોના કેસો વધતા કેટલાક કડક પ્રતિબંધ લાગુ ચૂકયા છે. દેશમાં છેલ્લા એક અઠવાડિયાથી ધોરણ ના કેસો સતત વધી રહ્યા છે.
તેમાંથી 81.90 ટકા કેસ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, મધ્ય પ્રદેશ અને પંજાબમાં નોંધાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment