કપાસના ભાવમાં વધારો થશે પરંતુ તેના માટે લાંબો સમય રાહ જોવી પડશે. વિદેશમાં કપાસના ભાવો ઝડપથી ઘટી રહ્યા છે જેથી ભારતમાં કપાસના ભાવ સ્થિર થઇ ગયા છે અને ધીમે ધીમે ભાવ ઘટી રહ્યા છે.ભાવ તૂટવાનું મુખ્ય કારણ એ છે.
કે વિદેશોમાં રૂ નો વાયદો તૂટયો છે અને એક સમયે રૂ નો વાયદો 95 સેન્ટ હતો જે ઘટીને હવે 77 સેન્ટ થઈ ગયો છે.સમય જતા રૂ નો વાયદો 18 ટકા ઘટી ગયો છે.વાયદો તૂટવાને કારણે મલ્ટીનેશનલ કંપની ઓએ પણ ખરીદી કરવાનું બંધ કરી દીધું છે.
અને સરકારી સંસ્થા સીસીઆઇએ પણ રૂ ના ભાવ વધારવાનું બંધ કરી દીધું છે.ખરીફ સીઝન માથે છે અને આવનાર ચોમાસું સારું થશે તેવી આગાહી પણ શરૂ થઈ ગઈ છે. ખેડૂતોને કપાસના અત્યારે જે ભાવ ચાલે તેમાંથી 10 થી 15 રૂપિયાનો વધારો થાય.
એટલે કપાસ વેચીને પૈસા છૂટા કરી લેવામાં સારા વાત છે. કારણકે હવે ભાવ તૂટવાના એંધાણ દેખાઈ રહ્યા છે અને જ્યારે કપાસની સિઝન ચાલુ થઈ.
ત્યારે કપાસના ભાવ મણના 800 થી 900 હતા જે વધી ને 1250 થી 1350 થયા છે જે સારો એવો વધારો કહી શકાય.અત્યારે ભાવ ઊંચા હોવાના કારણે ત્યાંથી હવે ભાવ ઘટવાનું જોખમ પણ મોટું છે.
હમણાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે જે વિવાદમાં પાકિસ્તાન ની આર્થિક કમિટી એ કોટન ની આયાત પર છૂટ આપવાની મંજૂરી આપી હતી પરંતુ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેના સાથીઓએ દરખાસ્ત ને ફગાવી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment