કોરોના ની પરિસ્થિતિ વધારે ખરાબ બનતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધા 7 મહત્વના નિર્ણયો, જાણો વિગતે.

169

ગુજરાત રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ નિયત્રંણ માટે 7 મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની અધ્યક્ષતા માં કોર કમિટીની બેઠક મળી હતી.

જેમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ ના નિયત્રંણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાની ફરજ પડી છે.ગુજરાત માં કોરોના સંક્રમણ ની હાલ ની સ્થિતિ માં સંક્રમિતો ની સારવાર માટે ઓકસીજન સપ્લાય પૂરતા પ્રમાણમાં મળી રહે.

તેના માટે નિર્ણય કરાયા છે અને મુખ્યમંત્રી દ્વારા તાકીદે કામગીરી કરવા આદેશ પણ કરાયા છે.ઓકસીજન ના ઉત્પાદકોને 60 ટકા સપ્લાય આરોગ્ય માટે આપવાનો રહેશે.

રાજ્યના 8 મહાનગરોમાં 500 500 બેડ ના કોવીડ સેન્ટરો શરૂ કરાશે. કોવીડ સેન્ટર નું સુપરવાઈઝર 8 આઇએએસ IAF અધિકારીઓને સોપાયું છે.

પ્રાઇવેટ નર્સિંગ હોમ ક્લિનિક્સ ICU કે વેન્તિલેટર સુવિધા સિવાય ડેડીકેટેડ કૉવિડ સેન્ટર શરૂ કરી શકશે. કોવીડ હેલ્થ સેન્ટર માટે દૈનિક મહત્તમ 2 હજાર રૂપિયા ચાર્જ લઈ શકાશે.

આ ચાર્જ માં રેમડીસિવિર ઇન્જેક્શન કિંમતોની સમાવેશ નહિ થઈ અને સિવિલ હોસ્પિટલમાં સોલા,SVP,LG હોસ્પિટલ માં ઇન્જેક્શન નહિ નફો નહિ નુકશાન ના ધોરણે મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!