જો રાજ્યમાં કોઈ કેન્દ્ર મંત્રી આવે છે તો તેમને પણ RTPCR નો નેગેટિવ રિપોર્ટ લાવવો જરૂરી છે અને નિયમ બધાને સરખો લાગુ પડે છે. ભાજપના લોકોએ બંગાળમાં આવીને કોરોના ફેલાવ્યો છે. પશ્ચિમ બંગાળ ની ખુરશી પર સતત ત્રીજી વાર મુખ્યમંત્રી તરીકે આવ્યા.
બાદ મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર કોરોના નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. મમતા બેનરજી એ કહ્યુ કે કેન્દ્ર દ્વારા કોરોના ને લઈને પણ પારદર્શક નીતિ બનાવવામાં નથી આવી.
તેથી મે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે અને આ નીતિને સ્પષ્ટ બનાવવાની માંગણી કરી છે સાથે જ મુખ્યમંત્રી મમતાએ કહ્યુ કે ભાજપના લોકોએ બંગાળમાં આવીને કોરોના ફેલાવ્યા છે.
અને વેક્સિન ને લઈને પ્રહાર કર્યા કે મારા રાજ્યને હજુ વેક્સિન મળી નથી. મુખ્યમંત્રી મમતાએ કહ્યું કે ભાજપના નેતાઓ રાજ્યમાં આમ તેમ ફરી રહ્યા છે.
અને આટલું જ નહીં તે લોકોને ભડકાવી રહ્યાં છે. વધુમાં ઉમેર્યુ કે હજી સરકાર બની એની 24 કલાક પણ નથી થયા અને લોકો પત્ર મોકલી રહ્યા છે.
કેન્દ્રમાંથી ટીમ અને નેતા મોકલી રહ્યા છે. તેમને કહ્યું કે વાસ્તવમાં કેન્દ્ર સરકાર જનાદેશ સ્વીકારવા તૈયાર નથી. હું તેમને આ પરિણામ સ્વીકારી લેવા માટે વિનવું છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment