સંસદના નીચલા ગૃહમાં નિર્મલા સીતારામને કહ્યું, એક સભ્ય એ મુદ્દો ઉઠાવ્યો કે પેટ્રોલ અને ડીઝલ ને જીએસટી ની અંદર માં લાવવા જોઈએ. જો કે હું કહીશ કે પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ ટેકસ આજે મહારાષ્ટ્રમાં છે.
પેટ્રોલ-ડીઝલની આસમાની કિંમત થી લોકો પરેશાન છે અને દેશના કેટલાક ભાગોમાં, જયા પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 90 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકોમાં સવાલ ઊભો થાય છે કે તો ઈંધણના વધતા જતા ભાવથી તેઓ કેટલા સમયમાં રાહત મેળવી શકશે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે લોકસભા ટીવી પર.
નાણા વિધેયક પર ચર્ચા ના જવાબમાં કેન્દ્ર વતી પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરી હતી. તેઓએ કહ્યું કે જ્યાં સુધી પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સની વાત છે ત્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય બંને ટેક્સ લાદે છે.
કેન્દ્ર સરકાર જે ટેક્સ લે છે તેમાં રાજ્ય સરકારનો હિસ્સો પણ હોય છે. તેઓ આગળ કહ્યું કે જો રાજ્ય સરકારો ઇચ્છે તો આ આ મુદ્દાની આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઇ શકે છે.
નીચલા ગૃહમાં નાણા મંત્રીએ વધુમાં કહ્યું કે એક સભ્ય એ એવી મુદ્દો ઉઠાવ્યો કે પેટ્રોલ અને ડીઝલ ને જીએસટીની સીમામાં લાવવો જોઈએ, તો હું કહી દઉં કે પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ ટેક્સ આજે મહારાષ્ટ્ર સરકાર લઈ રહી છે.
અને કોઈપણ એક રાજ્યમાં વધુ કે ઓછા ટેક્સ પર આંગળી નથી ઉઠાવી રહી. જોકે વાસ્તવિક મુદ્દો એ છે કે ઓઈલ પર માત્ર કેન્દ્ર સરકાર દ્વારા જ નહીં પરંતુ રાજ્ય સરકાર દ્વારા પણ ટેક્સ વસુલવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment