પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને કરાયો સર્વે, જાણો કોણ આવશે સતા પર.

Published on: 8:46 am, Wed, 24 March 21

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન થોડાક દિવસમાં થવાનું છે. જોકે આ ચૂંટણી પહેલા બંગાળની જનતાના મન ને વાંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશ ની પ્રખ્યાત એબીપી ન્યૂઝ ચેનલ માટે CNX એજન્સી દ્વારા છે આ એક સર્વે કરવામાં આવ્યો છે.

જેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે શું બંગાળમાં આ ચૂંટણી પછી મમતા બેનરજી ફરી એકવાર સત્તામાં આવશે કે ભાજપ જીતશે કે કોઈ અન્ય પક્ષ જીતશે ત્યારે ચાલો આપણે આ સવાલ નો જવાબ આગળ જાણીએ.

તાજેતરના સર્વે અનુસાર પશ્ચિમ બંગાળમાં 294 બેઠકોની ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી 136 થી 146 બેઠકો મળવાનો અંદાજ છે. એટલે કે સ્પષ્ટ બહુમતી આવવાની શક્યતાઓ ઘુંઘળી થતી દેખાઈ રહી છે.

મહત્વનું છે કે બંગાળમાં કોઈપણ પક્ષ કે ગઠબંધનને સરકાર બનાવવા માટે 148 લેખકો મેળવવી ખૂબ જ જરૂરી છે. સર્વે મુજબ ભાજપને 130 થી 140 બેઠકો મળી શકે છે. એટલે કે ચૂંટણી સ્પર્ધા ખૂબ જ કસોકસ ની બની શકે છે.

કોંગ્રેસ અને ડાબેરીઓની ગઠબંધન ને 14 થી 18 બેઠકો મળવાની સંભાવના છે જ્યારે અન્ય પાસે ફક્ત 1 થી 3 બેઠકો જઈ શકે છે.

મહત્વનું છે કે વર્ષ 2016 ની વિધાનસભાની ચૂંટણીમાં TMC એ 211 બેઠક જીતી ને સરકાર બનાવી હતી જ્યારે ભાજપને માત્ર ત્રણ બેઠકો થી સંતોષ માનવો પડયો હતો.

આ ચૂંટણીમાં કોંગ્રેસને 44 બેઠકો મળી હતી અને ડાબેરીઓને 26 બેઠકો મળી હતી. આ વખતે પશ્ચિમ બંગાળમાં તબક્કામાં મતદાન યોજાશે અને 2 મે ના રોજ મત ગણતરી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને કરાયો સર્વે, જાણો કોણ આવશે સતા પર."

Leave a comment

Your email address will not be published.


*