સુરતમાં થોડાક દિવસો પહેલા એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં આ ઘટનાનો આરોપી સાજન ભરવાડ લાજપોર જેલમાં બંધ છે. આરોપી સાજન ભરવાડની જામીન અંગે કોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે. અગાઉ પણ આરોપી સાજન ભરવાડ તરફથી જામીન અરજીની માંગ કરવામાં આવી હતી.
જેમાં મેહુલ બોઘરા તરફી સરકારી વખતે નયન સુખડવાલા દ્વારા કોર્ટમાં દલીલો કરાઈ હતી. ત્યારે કોટે આરોપી સાજન ભરવાડના જામીન ના મંજૂર કર્યા હતા. ત્યારે બીજી વખત જામીનની અરજી કરવા આવતા આરોપી સાજન ભરવાડ અને તેના વકીલ એમડી ઝવેરીને મોટો ઝટકો લાગ્યો છે.
ફરી એક વખત સુરત કોર્ટે દ્વારા આરોપી સાજન ભરવાડના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. એડવોકેટ મેહુલ બોઘરા તરફથી એડવોકેટ આરબી મેંદપરા, નીતિનભાઈ ચોવટીયા અને પિયુષભાઈ માંગુકિયાએ દલીલો કરી હતી અને કોર્ટમાં આરોપી સાજન ભરવાડની જામીન મંજૂર થવા ન દીધી હતી.
ત્યારે કોર્ટમાં સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરતા કહ્યું હતું કે, સાજન ભરવાડ TRB જવાન છે. TRB જવાનને દંડો ઉપાડવાની કે ડંડો રાખવાની શકતા નથી. આરોપી સાજન ભરવાડી પોલીસની સારી કામગીરીઓ ઉપર પાણી ફેરવી દીધું છે.
આરોપી સાજન ભરવાડ જીવ લેવાની પ્રયાસની માનસિકતા રાખતો હતો તેવું સ્પષ્ટ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે કોર્ટમાં આરોપી સાજન ભરવાડ તરફથી વકીલ મનીષ ઝવેરીએ પણ દલીલો કરી હતી. સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા ઉપર જીવલેણ પ્રહાર થયા બાદ આ મામલો ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો હતો.
આ સમગ્ર ઘટના બન્યા બાદ વકીલ મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે આરોપી સાજન ભરવાડ તરફથી કોઈ પણ વ્યક્તિ કેસ નહિ લડે. તેમ છતાં પણ મનીષ ઝવેરીએ પોતાની વકીલ ધર્મ બજાવતા આરોપી સાજન ભરવાડનો કેસ લેવા તૈયાર થઈ ગયા હતા. જેના પગલે મનીષ ઝવેરી ને વકીલ મંડળ માંથી આજીવન માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment