દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,52,387 નવા કોરોના કેસ આવ્યા અને 839 લોકોના મોત થયા છે.
વધતા કોરોના સંક્રમણ ને લઈને શિવસેના નેતા સંજય રાઉતે એકવાર ફરી મહારાષ્ટ્ર માં લોકડાઉન કરવાની તરફેણ કરી છે. સાથે તેઓએ કહ્યું કે, દેશભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.
પરંતુ કેન્દ્ર સરકાર નિર્ણય ત્યારે જ લેશે જ્યારે બંગાળમાં ચૂંટણી સમાપ્ત થઈ જશે.રાઉતે વધુમાં કહ્યું કે, જ્યાંરે મુખ્યમંત્રીએ કહ્યું છે કે, લોકડાઉન સીવાય બીજો કોઈ વિકલ્પ નથી તો તેને મતલબ એ નથી કે માત્ર મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ છે.
દેશભરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં લોકડાઉન લાદવામાં આવશે કે નહીં તે પ્રધાનમંત્રી નક્કી કરી શકે છે. પરંતુ મને લાગે છે કે મોદી સરકાર તેના પર પણ ક્યારેક નિર્ણય લેશે.
જ્યારે પશ્ચિમ બંગાળ તેની ચૂંટણી રેલીઓ સમાપ્ત થઈ જશે.રાઉતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ પૂર્વ મુખ્યમંત્રી છે.
તેઓ લોકડાઉન નથી ઈચ્છતા અને અમે જાણીએ છીએ પરંતુ લોકોના જીવ બચાવવા માટે બીજો કોઈ રસ્તો નથી.સંજય રાઉતે ભાજપના નેતાઓને આડેહાથ લીધા જેઓ લોકડાઉન વિરુદ્ધ છે.
સંજય રાઉતે કહ્યુ કે,આ કોરોના વિરુદ્ધ જંગ છે કઈ ભારત પાકિસ્તાન યુદ્ધ નથી. કોરોના વિરુદ્ધ ની જંગને લઈ કોઈએ રાજનીતિ ન કરવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment