મહારાષ્ટ્ર માં અનિલ દેશમુખ પર લાગેલા આરોપ બાદ રાજકીય સંકટ પેદા થયું છે ત્યારે ભાજપ ફરી ઠાકરે સરકાર ની પાર્ટીઓ વચ્ચે અસંતોષ નો ફાયદો ઉતાવવાનો પ્રયાસ કરી શકે છે.મહારાષ્ટ્ર માં અત્યારે કોરોના વાયરસ નું મોટું સંકટ છે.
રાજ્યના રાજકીય સંકટ પણ ઘેરાતું જઈ રહ્યું છે.એન્ટીલિયા કેસમાં સચિવ વાઝે ની ભૂમિકા અને તે બાદ પરમ સિંહ દ્વારા મહારાષ્ટ્ર ના ગૃહમંત્રી પર લગાવવામાં આવેલા આરોપો બાદ થી રાજ્યમાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યુ છે.
મહારાષ્ટ્ર ના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ ના નેતા દેવેન્દ્ર ફડણવીસ આ વાત ને લઈને અતિ આક્રમક મોડ માં છે તેમને મુંબઈ થી લઈને દિલ્હી સુધી રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહ સચિવ સાથે મુલાકાત કરીને મહારાષ્ટ્ર સરકાર સામે મોરચો બનાવ્યો છે.
ત્યારે ઠાકરે સરકાર ની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.મીડિયા અહેવાલ અનુસાર મહારાષ્ટ્રમાં ફરીવાર રાષ્ટ્રપતિ શાસન ની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ભાજપ અત્યારે દેશના પાંચ રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણીમાં વ્યસ્ત છે તેથી રાજકીય પંડિતો માની રહા છે કે પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ મહારાષ્ટ્ર સરકાર ને ઘેરવાની તૈયારી ભાજપ કરી રહી છે.
નોંધનીય છે કે સચિવ વાઝે જેના શિવસેના સાથે સબંધો હોવાના આરોપ છે તે હવે NIA ના સંકજામાં છે.પૂછપરછ માં સામે આવ્યું છે કે અંબાણી ની ઘર ની બહાર કાર વાઝેએ જ મુકાવી હતી.
અને કારમાં મળેલો પત્ર પણ વાઝે એ પોતે જ લખ્યો હતો.આ ઘટનક્રમ ચાલી રહ્યો હતો ત્યાં મહારાષ્ટ્ર માં પરમ સિંહ ના ટ્રાન્સફર બાદ તેમણે ઠાકરે ને પત્ર લખીને અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment