સુરત શહેરમાં ગત 18 ઓગસ્ટ ના રોજ એડવોકેટ મેહુલ બોઘરા ઉપર TRB સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ મોટી સંખ્યામાં એડવોકેટ મેહુલાના સમર્થકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. એડવોકેટ મેહુલ બોઘરા અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયા છે.
ત્યારે આ બધાની વચ્ચે રાજકારણમાં પ્રવેશવાની પ્રબળ શક્યતાઓની ચર્ચાઓ પર હાલમાં એડવોકેટ મેહુલ બોઘરાએ અલ્પવિરામ મૂકી દીધું છે. એડવોકેટ મેહુલ બોઘરાએ જણાવ્યું કે, હમણાં રાજકારણમાં નહીં આવવાની સાથે ચોખવટ કરતાં જણાવ્યું કે, જ્યારે લોકો કહેશે ત્યારે રાજકારણમાં હું ચોક્કસ પણે આવીશ.
આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ એડવોકેટ મેહુલા બોઘરા ને પોતાની પાર્ટીમાં સામેલ કરવાની જ નહીં, પરંતુ ચૂંટણી લડવાની પણ તૈયારી કરી લીધીનું સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે. મેહુલ બોઘરાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં રાજકારણમાં પ્રવેશ અંગે સ્પષ્ટતા કરી હતી કે, હાલમાં મને લોકોનું ભલે સમર્થન મળી રહ્યું છે.
પરંતુ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં હું કોઈ પક્ષમાં જોડાવાનો નથી કે ચૂંટણી લડવાનો નથી. મેહુલ બોઘરા એ જણાવ્યું કે અત્યારે મારો ફોકસ ભ્રષ્ટાચારીઓની વિરુદ્ધમાં કામ કરવાનો છે એ કામ 10 ગણી ગતીથી કરવાનું વિચારું છું. જ્યારે જનતા ઈચ્છાશે ત્યારે હું રાજકારણમાં જોડાઈશ.
ત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓ ઉપરાંત ઉચ્ચ સ્તરીય પાર્ટી સૂત્રોએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ આવશે ત્યારે કોઈ પણ પ્રસંગે એડવોકેટ મેહુલાનું સન્માન કરશે. એની સાથે આમ આદમી પાર્ટીમાં એડવોકેટ મેહુલ બોધરાનુ ભવ્ય સ્વાગત કરશે. જોકે અત્યારે પણ મેહુલ બોઘરા એક ભ્રષ્ટાચારી સામેની ઝુંબેશ છોડીને આમ આદમી પાર્ટીની વિચારધારા મુજબ જ કામ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment