દૂધની ફેરી કરતા રબારી સમાજના યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો, યુવકનું મૃત્યુ થતા રબારી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું…

Published on: 10:40 am, Sat, 27 August 22

ગુજરાત રાજ્યમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટના ભુજીયા સ્મૃતિવનની નજીક આવેલા માધાપુર ગામમાં બપોરના સમયે બની હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર લોહાણા સમાજવાડી પાસે દૂધની ફેરી કરતા રબારી સમાજના યુવક ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેથી તેને સારવાર માટે તાત્કાલિક ભુજની જે કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

જ્યાં યુવકને સારવાર મળે તે પહેલા તો તેનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, શુક્રવારના રોજ માધાપર લોહાણા સમાજવાડી પાસે પરેશ રાણા રબારી નામનો યુવક દૂધની ફેરી કરવા જતો હતો. આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યા યુવકે તેમના છાતીના ભાગે ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.

જેના કારણે પરેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બન્યા બાદ પરેશભાઈના ભાઈ કમલેશભાઈ ઇજાગ્રસ્ત હાલતમાં પરેશને સારવાર માટે ભુજની જે કે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા તો પરેશભાઈનું હોસ્પિટલમાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી. પરેશભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના લોકો પણ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધ કોણે શરૂ કરી દીધી છે.

સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો યુવક અને આરોપી યુવક બંને મિત્રો હતા. કોઈ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી અને મામલો ઉગ્ર બની ગયો હતો. જેમાં ઉશ્કેરાયેલા આરોપીએ ધારદાર વસ્તુ વડે તેના જ મિત્રોનો જીવ લઈ લીધો હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના બનતા જ રબારી સમાજમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દૂધની ફેરી કરતા રબારી સમાજના યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો, યુવકનું મૃત્યુ થતા રબારી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*