હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પત્નીએ પોતાના પતિનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી મુજબ રાત્રે પતિ પત્ની અને બે નાના બાળકો સાથે જમીને સુઈ ગયા હતા. ત્યાર બાદ પત્નીએ પોતાના પતિનો જીવ લઇ લીધો હતો. આ ચોંકાવનારી ઘટના ગોરખપુરમાં બની હતી.
મળતી માહિતી મુજબ પ્રેમીના પ્રેમમાં પાગલ બનેલી મહિલાએ પતિનું મોં અને નાક ઓશિકા વડે દબાવીને જીવ લઇ લીધો હતો. ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. ગોરખપુરના રેતવાઈન ગામના રહેવાસી મુકેશ ચૌહાણ નામના વ્યક્તિના લગ્ન 6 વર્ષ પહેલા ખુશ્બુ ચૌહાણ નામની મહિલા સાથે થયા હતા.
મુકેશ મજૂરી કામ કરીને પોતાના બે દિકરા અને પત્નિનું પેટ ભરતો હતો. મળતી માહિતી મુજબ રાત્રે ભોજન કર્યા બાદ મુકેશ તેની પત્ની ખુશ્બુ અને બંને બાળકો ભોજન કરીને સુઈ ગયા હતા. સવારમાં ખુશ્બુ પોતાનું ઘરનું કામ કરવા લાગી હતી. બંને બાળકો એ પિતાની ન જોયા તેથી બંને બાળકો દોડીને રૂમમાં પિતાને જગાડવા ગયા હતા.
ત્યાં પિતાનું મૃતદેહ જોઈને બંને બાળકોએ બૂમાબૂમ કરી હતી. જેથી ઘરના બાકીના સભ્યો અને પડોશીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિવારજનોએ આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવે તેને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મુકેશની પત્ની ખુશ્બુની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન ખુશ્બુએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. ના પ્રેમમાં પાગલ બનેલી ખુશ્બુએ પોતાના પતિના મુકેશનો જીવ લઈ લીધો છે.
સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા મુકેશના ભાઈ વિજય ચૌહાણ ખુશ્બુ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મુકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment