છેલ્લા થોડાક દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે શનિવારના રોજ એક મહિલાએ સાડીનો ફાંસો બનાવીને પંખા સાથે ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર મહિલાએ આ પગલું ભરી આપેલા રૂમની દીવાલ પર સુસાઈડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટમાં મહિલાએ પોતાના પતિનું અન્ય મહિલા સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો.
વધુમાં લખ્યું હતું કે, આ બાબતની મારી દીકરા પાસે સાચી માહિતી છે. મોબાઇલમાં રેકોર્ડિંગ પણ છે. આ ઘટના ગુનાના ફતેહગઢમાં બની હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ જ્યોતિ અગ્રવાલ હતું અને તેની ઉમર 42 વરસની હતી. જ્યોતિ અગ્રવાલ ની દીવાલ પર લખ્યું હતું કે, દીપક અગ્રવાલ સાથે મારા લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. 11 મહિનામાં મને એક પણ દિવસ ખુશ કરી નથી.
તે મારી સાથે સરખી રીતે વાત પણ ન કરતો હતો. તે 12 વાગે સુવા માટે આવતો અને બે મિનિટ વાત કર્યા બાદ ઊંઘી જતો. વધુમાં જ્યોતિ અગ્રવાલે લખ્યું હતું કે, કોટાની હિના નામની મહિલાએ મને બરબાદ કરી નાખી છે. હિના અને મારા પતિ વચ્ચે સંબંધ હતો. તેને મારું ઘર ભાંગી નાખ્યું છે. વધુમાં લખ્યું હતું કે, હીનાને કડકમાં કડક સજા આપવામાં આવે અને તેને છોડવામાં ન આવે.
મારા દીકરાનું નામ વિનોદ છે. તેને સંપૂર્ણ અધિકાર મળવો જોઈએ. અહીં કોઈ રહેશે નહીં. મારી પાસે મારા પતિ અને હીના વચ્ચે થયેલી વાતચીતના દરેક રેકોર્ડિંગ છે. વધુમાં જ્યોતિ અગ્રવાલે લખ્યું હતું કે, તે દર મહિને એના પાસે જતો હતો અને તેની સાથે બધું કરીને આવતો હતો.
મારા પતિએ ક્યારેય મારી સાથે પ્રેમથી વાત કરી નથી. ક્યારે મને સરખું ખાવાનું ખવડાવ્યું નથી. ક્યારેય પણ મારી સાથે બેસીને સરખી વાત કરી નથી. તે મોડી રાત્રે ઘરે આવીને સૂઈ જતો અને વહેલી સવારે ઘરેથી નીકળી જતો હતો. આ સમગ્ર ઘટનાને લઈને મારો બાળક બધું જાણે છે.
મારી પાસે મારા મોબાઈલમાં મારા પતિ વિરોધ તમામ પુરાવાઓ છે. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ મહિલાએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment