શું તમને પણ ક્યારેય હસતા હસતા આંસુ આવ્યા છે? આના પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું હોય છે.આજે અમે તમને જણાવીશું કે શા માટે હસતા-હસતા આંખોમાં આંસુ આવી જાય છે.જ્યારે પણ આપણે વધારે ખુશ હોઈએ છીએ કે વધારે હસતા હોઈએ છીએ ત્યારે આપણી આંખ માંથી આપોઆપ આંસુ આવવા લાગે છે.
કદાચ તમને તેના પાછળનું સાયન્સ ખબર નહીં હોય. આ આંસુ આવવા પાછળના બે કારણ હોઇ શકે છે. હસતા હસતા કે રડતા રડતા આંખમાં આંસુ આવવા ના મુખ્યત્વે બે કારણ છે.વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવે છે કે જ્યારે આપણે દિલ ખોલીને હસીએ છીએ ત્યારે ચહેરાની કોશિકાઓ અનિયંત્રિત રૂપથી કામ કરે છે ત્યારે આપણા મગજનું નિયંત્રણ રહેતું નથી
અને તેનું કારણ બને છે કે આપણી આંખમાં આંસુ આવી જાય છે. તો બીજી તરફ એવું પણ કહેવામાં આવે છે કે ખૂબ જ હસવાથી વ્યક્તિ ઈમોશનલ થઈ જાય છે. વધારે ભાવુક થવાના કારણે આ કોશિકાઓ પર દબાવ પડે છે અને તેના કારણે આપણી આંખમાં આંસુ આવે છે.જ્યારે પણ વ્યક્તિ ભાવુક થાય છે એ ભલે પછી ખુશીમાં હોય કે દુઃખમાં આંખમાં આંસુ આવી જ જાય છે.
વૈજ્ઞાનિકો ના જણાવ્યા અનુસાર આંસુ આવવાની આ પ્રક્રિયા મહિલાઓ અને પુરુષોમાં અલગ જોવા મળે છે. પુરૂષોની તુલનામાં મહિલાઓ વધારે ભાવુક હોય છે. તેઓને હસતા હસતા પણ આંસુ જલદી આવી જતા હોય છે જ્યારે પુરુષોને તેમની સરખામણીમાં ઓછા આંસુ આવતા હોય છે.
બાલ્ટીમોર મેરીલેન્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનુસાર, ભાવુક થવું એ હોર્મોન્સ પર આધાર રાખે છે. રોબર્ટ પ્રોવાઇન અનુસાર, આપણા હસવાથી કે રડવાથી મગજનો જે હિસ્સો સક્રિય થાય છે તેના કારણે આંખમાં આંસુ આવતા હોય છે.આંસુ આવવાનું એકમાત્ર કારણ એ છે કે મગજની કોશિકાઓને વધારે તણાવ પડે છે.આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે હસતા અને રડતા સમયે શરીરમાં થનારી પ્રતિક્રિયા માટે આપણા હોર્મોન્સ જ જવાબદાર હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment