ઉનાળાની સિઝનમાં કેરીની સાથે સાથે આ ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યને મળશે મોટા મોટા લાભો

Published on: 9:22 am, Thu, 24 March 22

ઉનાળાની સિઝન ચાલુ થઈ છે ત્યારે લોકો કેરી ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે. પરંતુ આજે અમે તમને ગરમીથી રાહત આપે તેવા એક નુસ્ખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જી હા, ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે તમારા માટે એક અનોખો ઉપાય શોધી કાઢ્યો છે.

માત્ર કેરી જ નહીં પરંતુ આ ફળોનું સેવન કરવાથી પણ ગરમીમાં અનેક ગણી રાહત મળે છે તેમજ તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા હોવાથી આપણને સ્વસ્થ પણ રાખે છે. આ ફળો પૈકી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તરબૂચ, કેરી, બેરી, પપૈયા અને આલુની. આ ફળોનું સેવન કરવાથી ગરમીમાંથી રાહત મળે છે. ત્યારે આવો વાત કરીયે આ તમામ ફળના ફાયદાઓ વિશે…

તરબૂચ:- તરબૂચમાં ૯૦ ટકા માત્રામાં પાણી રહેલું હોય છે અને તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તરબૂચ બ્લડ પ્રેશરના સ્તરને પણ નિયંત્રણમાં રાખે છે. તરબૂચમાં પોટેશિયમ અને લાઈકોપીન જેવા પોષક તત્વો પણ રહેલા હોય છે.

કેરી:- કેરી એ ફળોનો રાજા કહેવાય છે. આપણે કહી શકીએ છીએ કે ઉનાળાની રાહ લોકો કેરી ખાવા માટે પણ જોતા હોય છે. કેરીમાં પણ ફાઇબર, પોટેશિયમ અને અન્ય ઘણા વિટામિનો રહેલા હોય છે. તે પણ હૃદયને સ્વસ્થ રાખવા માટે અને બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

બેરી:- બેરીનું સેવન કરવાથી હૃદય રોગ સંબંધી ઓક્સિડેટીવ તણાવમાં ઘટાડો થાય છે. ફાઈબરથી ભરપૂર એવી બેરી અન્ય ઘણી બધી રીતે પણ લાભદાયક છે.

પપૈયા અને આલુ:- આ બન્ને ફળોમાં એન્ટી ઓક્સિડેન્ટ, ફાઇબર, પોટેશિયમ અને અન્ય વિટામિનો જેવા ગુણો રહેલા છે અને આ બંને ફળો પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખે છે.

ઉપરોક્ત દર્શાવેલા તમામ તાજા ફળોનું સેવન કરવાથી તે શરીરને માત્ર હાઇડ્રેટ જ નથી રાખતું પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ઘણા લાભો પહોંચાડે છે.

Be the first to comment on "ઉનાળાની સિઝનમાં કેરીની સાથે સાથે આ ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યને મળશે મોટા મોટા લાભો"

Leave a comment

Your email address will not be published.


*