મિત્રો ભારતમાં સોનાની કિંમત દિવસે ને દિવસે એટલી બધી વધી રહી છે કે લોકોને સોનુ ખરીદવાનો શોખ છે પરંતુ તે ખરીદી શકતા નથી ત્યારે દુબઈમાં ભારતની સરખામણીએ સોનું સસ્તું હોવાનું કારણ માત્ર ને માત્ર ઈમ્પોર્ટ ડ્યુટી છે.
ભારતમાં જ્યાં સોનું આયાત કરવા પર ચારજ આપવો પડે છે પરંતુ દુબઈમાં સોના પર કોઈ ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવતી નથી.એક અહેવાલ મુજબ રેટમાં આ ફરક ના કારણે જ ઘણા બધા લોકો દુબઈમાં રહેતા પોતાના જાણકારો અથવા સંબંધીઓ પાસે ઘરેણા મંગાવે છે
જોકે તેમ છતાં તેઓ ઈમ્પોર્ટ ડ્યુટી તો ચૂકવવી જ પડે છે વળી દુબઈમાં ભારતીય ઘરેણા ની સારી એવી માંગ છે ને આજ કારણ છે કે ત્યાં ભારતના દરેક પ્રમુખ જ્વેલરી બ્રાન્ડ ના સ્ટોર છે. જોકે ભારતના સોનાના મેકિંગ ચાર્જ 7% છે જ્યારે દુબઈમાં આ ચાર્જ 25% છે અને આ જ અર્થમાં સોનાને જ્વેલરી ના રૂપમાં બદલ્યા બાદ તેની કિંમતમાં ખૂબ મોટો વધારો થઈ જાય છે.
સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment