મિત્રો તમે સૌ જાણતા હશો કે ગુજરાતની ભૂમિ દેવી-દેવતાઓની ભૂમિ તરીકે પ્રખ્યાત છે. ગુજરાતમાં કોઈપણ શુભકામ કરતા પહેલા અહીંના લોકો માતાજીની પૂજા અર્ચના કરીને શુભકામના પ્રારંભ કરતા હોય છે. ગુજરાતમાં અનેક ચમત્કારી મંદિર આવેલા છે.
જેની તમે કેટલીક વાતો પણ સાંભળી હશે. જ્યારે આજે આપણે કબરાઉમાં બેઠેલી માં મોગલની કેટલીક વાતો કરવાના છીએ. માં મોગલના કબરાઉ ધામમાં દરરોજ સેકડો ભક્તો આવે છે. અહીં આવતા તમામ ભક્તોના મા મોગલ દુઃખ દૂર કરે છે. માં મોગલ એ અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે.
અહીં આવતા ભક્તો પ્રસાદી સ્વરૂપે માતાજીને કેટલીક વસ્તુઓ કે પૈસા અર્પણ કરતા હોય છે. પરંતુ ભક્તોને પોતાની વસ્તુ વરસાદી સ્વરૂપે પરત આપી દેવામાં આવે છે. અહીં બિરાજમાન મણીધર બાપુએ ભક્તોને જણાવ્યું કે, જો મનમાં વિશ્વાસ હોય તો માં મોગલ બધા કામ પૂરા કરે છે માનેલી માનતા ઓ પૂર્ણ કરે છે.
વધુમાં મણીધર બાપુએ જણાવ્યું કે, અંધશ્રધ્ધામાં વિશ્વાસ કરવો નહીં મોટેભાગના લોકો ભગવાનના નામે લોકો પાસેથી પૈસા લઈને ધંધો કરે છે. માતાજીને કોઈપણ પ્રકારના પૈસાની જરૂર નથી. માતાજી તો ફક્ત ભક્તોના ભાવની ભૂખી છે. મણીધર બાપુએ કહ્યું કે જો સાચા મનથી મા મોગલ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખશો તો માં મોગલ તમારી બધી મનોકામના પૂર્ણ કરશે.
વધુમાં બાપુએ જણાવ્યું કે માતાજી એ તો અત્યાર સુધીમાં લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે. બાપુએ કહ્યું કે માતાજીના ચરણમાં આવેલા ભક્તોને માતાજી ક્યારેય નિરાશ કરતા નથી. માં મોગલ તો અઢારે વર્ણની માતા છે. કહેવાય છે કે જ્યાંથી દુનિયાનો અંત આવે છે. ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment