લઠ્ઠાકાંડ મુદ્દે મુખ્યમંત્રી અને સી.આર.પાટિલ શા માટે ચૂપ છે?: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી લઠ્ઠાકાંડને લઈને વિડિયના માધ્યમ એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડ થાય છે. આ પહેલી વખત લઠ્ઠાકાંડ નથી થયો, આની પહેલા પણ ગુજરાત રાજ્યમાં અનેક વખત લઠ્ઠાકાંડ થયા છે. પહેલા પણ કેટલાક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા છે. ઈશુદાન ગઢવી એ કહ્યું કે, લઠ્ઠાકાંડની તપાસના નામે અત્યાર સુધીમાં કાંઈ થયું નથી. ઈશુદાન ગઢવી એ કહ્યું કે, પાંચ દિવસ થોડીક જગ્યાઓ પર રેડ પડે, બે નાના દેશી દારૂના અડ્ડાઓ ચલાવનાર લોકોને પકડાઈ અને આખી વાત ત્યાં જ પૂરી થઈ જાય.

ઈશુદાન ગઢવીએ કહ્યું કે, મીડિયામાંથી મળતી માહિતી પ્રમાણે આખા વર્ષમાં ગુજરાતમાં 10,000 કરોડ રૂપિયાનો ગેરકાનૂની દારૂ વેચવામાં આવે છે. તો મારો એક સવાલ છે કે આ રૂપિયા ક્યાં જાય છે? હદ તો ત્યાં થઈ જાય છે જ્યારે ભાજપના લોકો દારૂની જગ્યાએ કેમિકલ ઉપર દોષનો ટોપલો ઢોળી દે છે અને કહે છે કે કેમિકલને કારણે મૃત્યુ થયા છે.

ઈશુદાન ગઢવી એ કહ્યું કે, શું ગરીબ હોવું ગુનો છે? આજે ગરીબ લોકોના મૃત્યુને તમે ખોટા ઠેરાવી રહ્યા છો અને કહો છો કે લઠ્ઠાકાંડ નથી પરંતુ કેમિકલ ના કારણે મૃત્યુ થયું છે. ઈશુદાન ગઢવી એ કહ્યું કે, ગુજરાત સરકાર અને ભાજપમાં જો શરમ હોય તો સૌપ્રથમ પેલા કેમિકલ કેમિકલ બોલવાનું બંધ કરે. આ બધું સાંભળીને મારું લોહી ઉકડી ઊઠે છે. ઈશુદાન ગઢવી એ કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓને પણ ભાજપ સરકારની કહેવું જોઈએ કે, જે ભૂલ થાય છે તે સ્વીકારી લેવી જોઈએ. જ્યારે કોરોના નો સમય ગાળો ચાલી રહ્યો હતો ત્યારે પણ વિજય રૂપાણીની સરકારી એવી માહિતી ફેલાવી હતી કે કોરોનાના કારણે લોકોના મૃત્યુ નથી થઈ રહ્યા અને ભગવાન તેમને સત્તામાંથી બેદખલ કરી દીધા.

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એવું કહે છે કે લોકોના મોત દારૂથી નહીં પરંતુ કેમિકલ થી થયા છે. આનાથી પણ વધારે દુઃખની વાત એ છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી પોતે ગુજરાત આવીને લઠ્ઠાકાંડ પીડિતોની મુલાકાત લે છે. મૃતકોને શ્રદ્ધાંજલિ આપે છે. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ હજુ પણ ચૂપ છે. ઈશુદાન ગઢવી નું કહેવું છે કે, શા માટે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પીડિતોને મળવા માટે નથી ગયા અને તેઓ મૃતકો માટે સહાનુંભૂતિ પણ નથી દર્શાવી રહ્યા. ઈશુદાન ગઢવીએ કહ્યું કે આ લોકો એક ટ્વીટ કરીને પણ પોતાની સહાનુંભૂતિ નથી દર્શાવી રહ્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*