દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે એક કાર બે વખત પલટી ખાઈ ગઈ હતી. પરંતુ કંઈક એવો ચમત્કાર થયો કે કારમાં બેઠેલા લોકોનો વાળ પણ વાંકો થયો નહીં. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ તરત જ કારને સિધી કરી હતી. અકસ્માતની ઘટના મંગળવારના રોજ સાંજે બની હતી. પરંતુ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં એક ઝડપી i-20 કાર ડિવાઇડર સાથે અથડાઈને બે વખત પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતની ઘટના બની ત્યાં ભોપાલથી શાંતિ જાહેર રહેલા વિદેશી મહેમાનોની સુરક્ષા માટે પોલીસ અધિકારી ટી.આઈ જગદીશ સિંહ ફરજ પર હતા. અકસ્માતની ઘટના બનતા તેઓ તાત્કાલિક કાર પાસે પહોંચ્યા હતા અને કારને સિધી કરીને અંદર બેઠેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં બે નાના બાળકો સહિત સાત લોકો સવાર હતા. તમામ લોકો કારમાં સવાર થઈને ભોપાલથી સાગર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે MP 04 CK 1840 નંબરની કારની સ્પીડ ખૂબ જ વધારે હતી. જેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતની ઘટના બની ત્યાં ઘણા લોકો ઉભા હતા.
પરંતુ અકસ્માતની ઘટનાના પાંચ મિનિટ પહેલા તે બધા લોકો ત્યાંથી જતા રહ્યા હતા. આ કારણોસર કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના બની નહીં. અકસ્માતની ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કારમાં ચંદ્રેશ પુત્ર પર્વતસિંહ પટેલનો પરિવાર બેઠો હતો. જેમાંથી કોઈ પણ લોકોને મોટી ઇજા પહોંચી નથી.
રામ રાખે તેને કોણ ચાખે..! ઝડપી કાર ડિવાઈડર સાથે અથડાઈને બે વખત પલટી ખાઈ ગઈ, કારમાં બેઠેલા 7 લોકોનો વાળ પણ વાંકો ન થઈ… જુઓ ઘટનાના CCTV ફૂટેજ… pic.twitter.com/wkkYet5hMy
— GUJJU ROCKZ (@gujju_rockz) January 22, 2023
આ અકસ્માતની ઘટનામાં માત્ર કારને નુકસાન પહોંચ્યું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે કાર ડિવાઇડર સાથે અથડાઈને બે જોરદાર પલટી ખાઈ જાય છે. અકસ્માતની ઘટના જોતા તો એવું લાગી રહ્યું છે કે અંદર બેઠેલા તમામ લોકો મૃત્યુ પામ્યા હશે. પરંતુ ચમત્કારથી આ ઘટનામાં કોઈને કંઈ થતું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment