“બોલો જય બજરંગબલી” માત્ર 5 વર્ષના ટેણીયાએ શાળામાં ક્યુટ અવાજમાં ‘હનુમાન ચાલીસા’ ગાતા જોવા મળ્યો…વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશે…

Published on: 11:51 am, Sun, 22 January 23

સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં માત્ર 5 વર્ષના ટેણીયાનો એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આજકાલ આપણા દેશનું ભણતર કલ્ચરમાં ખૂબ જ વિકસિત થઈ રહ્યું છે. વાલીઓનું એવું માનવું છે કે બાળકો ઇંગ્લીશ મીડીયમમાં ભણશે તો જ તેને સારું શિક્ષણ મળશે. અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં બાળકોને મોટેભાગે અંગ્રેજીમાં પ્રાર્થનાઓ ગવડાવવામાં આવે છે.

ત્યારે નવસારીના માત્ર પાંચ વર્ષના બાળકે વેસ્ટર્ન કલ્ચરનું આંધળું અનુકરણ કરતા વાલીઓની આંખો ઉઘાડી નાખી છે. મિત્રો આ નાનકડા એવા બાળકે માત્ર પાંચ વર્ષની ઉંમરે એક જ મહિનામાં આખી હનુમાન ચાલીસા મોઢે કરીને અન્ય બાળકોને આપણી સંસ્કૃતિ સાથે જોડી રાખવાનો અનોખો સંદેશ આપ્યો છે. હાલમાં આ નાનકડા એવા બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બાળકનો વિડીયો જોઈને લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ નાનકડા એવા બાળકની વાત કરીએ તો તેનું નામ આરવ દેસાઈ છે. આરવ દેસાઈ બીલીમોરા પાસે આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આરવ દેસાઈ શાળામાં હનુમાન ચાલીસા બોલતો હતો તેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આરવ દેસાઈ પોતાના ઘરના સંસ્કારના કારણે માત્ર એક જ મહિનામાં હનુમાન ચાલીસાના પાઠ શીખી ગયો હતો. ત્યારબાદ સ્કૂલમાં આરવ દેસાઈને હનુમાન ચાલીસા ગાવાનો મોકો મળ્યો હતો અને તેનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ચારે બાજુ વાયરલ થઈ રહ્યો છે.

બાળકના પિતાએ જણાવ્યું કે, આરવ રાત્રે ઊંઘતા પહેલા દરરોજ હનુમાન ચાલીસા સાંભળતો હતો. જેના કારણે તેને મહિનામાં આખી હનુમાન ચાલીસા મોઢે થઈ ગઈ. શાળાએ આરવને પ્લેટફોર્મ આપ્યું જેના કારણે તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અંગ્રેજી માધ્યમ શાળામાં બાળકોને ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર જેવી કવિતાઓ અને પ્રાર્થનાઓ સંભળાવવામાં આવે છે. જેના કારણે ધીમે ધીમે આપણી સંસ્કૃતિ અને આપણું કલ્ચર નાબૂદ થતું જાય છે.

મિત્રો જો દરેક શાળામાં ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર જેવી કવિતાઓ સંભળાવવાની જગ્યાએ હનુમાન ચાલીસા અને આપણી સંસ્કૃતિના ભજન કીર્તન સંભળાવવામાં આવે તો આપણી આપણી સંસ્કૃતિ અને આપણા કલ્ચરનો વિકાસ થઈ શકે છે. કરી રહ્યા છે કે દરેક શાળામાં નાનકડા એવા બાળકોને હનુમાન ચાલીસા શીખવાડી જોઈએ. ફરજિયાત દરેક શાળામાં દરરોજ હનુમાન ચાલીસા વગાડવી જોઈએ જેના કારણે આપણી સંસ્કૃતિનો વિકાસ થાય હાલમાં આ બાળકનો તો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "“બોલો જય બજરંગબલી” માત્ર 5 વર્ષના ટેણીયાએ શાળામાં ક્યુટ અવાજમાં ‘હનુમાન ચાલીસા’ ગાતા જોવા મળ્યો…વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*