ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ નજીક દલપુર પાસે ગુરૂવારના રોજ વહેલી સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં અમદાવાદથી ઈડર ઓડ પરિવારની લગ્નની જાનનો કાફલો જતો હતો. આ દરમિયાન વરાજા અને તેની ભાઈની કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટનામાં કારમાં બેઠેલા વરરાજા સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમને સારવાર માટે હિંમતનગર મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
અકસ્માતના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, વરરાજાની કારને પાછળથી આવી રહેલ ત્યારે જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે વરરાજાની કાર 5 થી 6 ગોથા ખાઈ ગઈ હતી. પાછળથી આવી રહેલી કાર બીજું કોઈ નહીં પરંતુ વરરાજાનો ભાઈ જ ચલાવી રહ્યો હતો.
વિગતવાર વાત કરીએ તો અમદાવાદની સિવિલ ચાર રસ્તા પાસે મોહન સિનેમા નજીક ઓડ પરિવારનો વરરાજો રીધમ વિનોદભાઈ ઓડની જાનમાં કારનો કાફલો લઈને પરણવા માટે ગુરૂવારના રોજ વહેલી સવારે નીકળ્યા હતા. આ દરમિયાન હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર આવેલા સલાલ પાસેના દલપુર નજીક વરરાજાની કારને તેના ભાઈએ પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી.
આ અકસ્માતની ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વરરાજાની કાર પાંચ વખત પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં વરરાજા રીધમ, માતા, દાદાજી, ભાઈ અને અન્ય બે લોકોને ઈજા પહોંચી હતી. બંને કાર અકસ્માતની ઘટનામાં ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
રામ રાખે તેને કોણ ચાખે..! પરણવા નીકળેલા વરરાજાની કાર 5 ગોથા ખાઈ ગઈ, વરરાજાનો વાળ પણ વાંકો ન થયો… જુઓ રૂવાડા ઉભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ… pic.twitter.com/mtBAjLrhRO
— GUJJU ROCKZ (@gujju_rockz) February 16, 2023
આ અકસ્માતની ઘટનામાં વરરાજા રીધમને સામાન્ય ઇજા પહોંચતી હતી. તેને અન્ય કારમાં બેસાડીને ઈડર પરણવા માટે મોકલી દેવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પર પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment