મિત્રો તમને બધાને ખબર હશે કે તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપે ચારેય બાજુ તબાહી મચાવી દીધી છે. આ ભયંકર ભૂકંપમાં હજારોની સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હુકમ આટલો ખતરનાક હતો કે ચારેય બાજુ લાશોના ઢગલા થઈ ગયા છે. આ બધા વચ્ચે એક ચમત્કારી કિસ્સો સામે આવ્યો છે.
ભયંકર ભૂકંપમાં તુર્કીના હેતે વિસ્તારમાં એક નવજાત બાળક પોતાના ઘરના કાટમાળની નીચે દબાઈ ગયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે 128 કલાક સુધી માસુમ બાળક કાટમાળની નીચે દબાઈ રહ્યો. આટલો બધો લાંબો સમય થઈ ગયો છતાં પણ માસુમ બાળક કાટમાળની નીચેથી જીવતો મળી આવ્યો હતો.
આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બચાવ ટીમની આ કામગીરીની ચર્ચા ચારેય બાજુ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળની નીચે દબાયેલો બાળક માત્ર બે મહિનાનો હતો. આ ઘટનામાં બાળકનો ચમત્કારી બચાવ થયો છે.
128 કલાક સુધી બાળક કાટમાળની નીચે ફસાઈ રહ્યો, છતાં પણ બાળકનો વાળ વાંકો થયો નથી. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર ANADOLU AGENCY નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભયંકર ભૂકંપ વિશે વાત કરીએ તો, આ ભયંકર ભૂકંપની અંદર અત્યાર સુધીમાં 29896 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
👶2-month-old baby rescued from quake rubble after 128 hours in debris
🚑The baby survived the deadly disaster and was immediately taken to the hospital for medical checks
🔴LIVE updates here: https://t.co/rjJzOvo2mE https://t.co/t7yLEhhhwL pic.twitter.com/65ZpKXbkhx
— ANADOLU AGENCY (@anadoluagency) February 11, 2023
તેવો આંકડો સામે આવી રહ્યો છે. આ દુર્ઘટનામાં 85 હજારથી પણ વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભારત દેશ બંને દેશોની મદદ માટે આગળ આવ્યું છે. ભારતે ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ બંને દેશોની મદદ કરે છે. ભારતની NDRFની ટીમ તુર્કી અને સીરિયામાં બચાવવાની કામગીરી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment