સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. અકસ્માતની ઘટનામાં વળાંક પર ઈંટોથી ભરેલો એક ટ્રક અચાનક પલટી ખાઈ ગયો હતો. જેના કારણે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ ગંભીર અકસ્માતની ઘટના સીકરમાં બની હતી.સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો દાતારામગઢ બસ સ્ટેશન ચોકડી પર ધુડથી રેણવાલ સુધી છેલ્લા દોઢ વર્ષથી રોડ બનવાનું કામ ચાલી રહ્યું છે. રોડ પર આવેલા વળાંક પાસે રોડનું કામકાજ ચાલી રહ્યું હતું. ત્યારે રોડ પર એક ડમ્ફર ઉભેલું હતું અને સાઈડમાં ખાડામાં એક jcb ઉભેલું હતું.
ત્યારે ઇંટોથી ભરેલો એક ટ્રક વળાંક તરફ આવે છે. વળાંક પર એક વ્યક્તિ ઊભો હોય છે તેની એક્ઝેટ બાજુમાંથી ટ્રક પસાર થઈ જાય છે. જ્યારે સામેથી આવતા ટ્રકને જોઈને અન્ય એક મજૂર ત્યાંથી ભાગી જાય છે. સદનસીબે આ ઘટનામાં બંને મજૂરોના આબાદ બચાવ થયા હતા.
ઈટોથી ભરેલો ટ્રકની સાઈડના ખાડામાં પલટી ખાઈ જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રક એક jcb ઉપર પલટી ખાઈ જાય છે. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
રામ રાખે તેને કોણ ચાખે..! પૂરપાટ ઝડપે આવતો એક ટ્રક વળાંક પર પલટી ખાઈ ગયો, ત્યાં ઉભેલા બે મજૂરો માંડ-માંડ…જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો pic.twitter.com/xKkL9yBm2F
— GUJJU ROCKZ (@gujju_rockz) November 18, 2022
હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે આ વળાંક પર રોડ બનવાની કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહે છે છેલ્લા ત્રણ મહિનામાં અહીં છ થી વધુ અકસ્માત થયા છે. આ અકસ્માતની ઘટનાનો કોઈ પણ પ્રકારનો મામલો પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment