સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં થોડાક સમય પહેલા બનેલી એક ચોકાવનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર વાયરલ થઈ રહેલો વિડિયો મહારાષ્ટ્રમાં આવેલા વાશીમ જિલ્લાનો છે.
જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક ચાર વર્ષની બાળકી સાથે કંઈક એવો ચમત્કાર થયો કે વીડિયો જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ચાર વર્ષની બાળકી ખૂબ જ ઊંચાઈ પરથી રસ્તા પર નીચે પડે છે અને થોડીક વાર પછી બાળકે ઉભી થઈને ચાલવા લાગે છે.
કહેવામાં આવી રહ્યું છે કે બાળકી લગભગ 30 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડેલી બાઈક ઉપર પડી હતી અને પછી તે જમીન ઉપર પટકાઈ હતી. આટલી ઊંચાઈ પરથી નીચે પડ્યા છતાં પણ બાળકીનો વાળ પણ વાંકો થયો નથી અને તેને જરાક પણ ઈજા પહોંચી નથી.
આ સમગ્ર ચમત્કારી દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 25 એપ્રિલના રોજ બની હતી. 25 એપ્રિલના રોજ એક ચાર વર્ષની બાળકી 30 ફૂટ ની ઊંચાઈ પરથી નીચે પડી હતી. બાળકી તેના ઘરની સામે પાર્ક કરેલી બાઈક ઉપર પડી હતી અને ત્યારબાદ તે જમીન પર ભટકાઈ હતી.
महाराष्ट्र के वाशिम जिले में सामने आई बेहद चौका देने वाली घटना..30 फ़ीट ऊंचे छत से गिरी बच्ची नीचे खड़ी बाइक की सीट पर गिरी और उसे कुछ भी नही हुआ..घटना वाशिम जिले के रिसोड इलाके की है…पूरी घटना बिल्डिंग में लगे सीसीटीवी कैमरे में कैद..@indiatvnews pic.twitter.com/CiENHBAzzi
— Atul singh (@atuljmd123) April 26, 2023
સદનસીબે આ ઘટનામાં બાળકીને કંઈ પણ ઈજા પહોંચી નથી. સમગ્ર ઘટના બન્યા બાદ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર Atul singh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment