રામ રાખે તેને કોણ ચાખે…! દમણથી સુરત પરત ફરતી વખતે 6 યુવકોને રસ્તામાં નડ્યો અકસ્માત, કાર 7 વખત પલટી ખાઈ ગઈ…

થોડાક દિવસ પહેલાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં દમણથી સુરત આવી રહેલા 6 યુવકો અને રસ્તામાં અકસ્માત નડયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, એક કાર સાત વખત પલટી ખાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર દમણ ફરવા ગયેલા 6 યુવકો કારમાં સવાર થઈને સુરત પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન વલસાડના ડાંગરી બ્રિજ પાસે તેમને અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં કોઈનું પણ મૃત્યુ થયું નથી. પરંતુ બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત થયેલા યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ડાંગર બ્રિજ પાસે ટ્રકની પાછળ કારની ટક્કર લાગતા કાર સાત વખત પલટી ખાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર સુરતની સેલોન કંપનીમાં ફરજ બજાવતા 4 કર્મચારીઓ પોતાના 2 મિત્રો સાથે દમણ ફરવા માટે ગયા હતા. દમણ મોજ મસ્તી કરીને તેઓ સુરત ઘરે પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં ડાંગરી બ્રીજ ઉતરતા આગળ ચાલતા ટ્રકને ઓવરટેક કરતી વખતે કારની ટક્કર ટ્રકના પાછળના ભાગે થઈ હતી. ચક્કર લગાવ્યા બાદ કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને પુરપાટ ઝડપે જતી કાર 7 વખત પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર છ યુવકોનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ થતા ડાંગરી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાટે 3ની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

અકસ્માત એટલો જોરદાર હતો કે કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના નેશનલ હાઇવે 48 ઉપર બની હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોની મદદ કરી હતી. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસ અને 108ની ટીમને કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*