રામ રાખે તેને કોણ ચાખે! સુરતમાં રેલવે સ્ટેશન પર નાસ્તો લઈને ટ્રેનમાં ચઢતી વખતે મહિલા સાથે થયું એવું કે – જુઓ CCTV ફૂટેજ

સુરતના રેલવે સ્ટેશન પર બનેલી એક ચમત્કારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. આ ઘટનામાં નાસ્તો લઈને ટ્રેનમાં ચડતી વખતે મહિલાનો પગ લપસી જતાં મહિલા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેના ભાગમાં પડી ગઈ હતી. આ ઘટના બન્યા બાદ ટ્રેનને રોકવામાં આવી હતી.

ત્યાં હાજર તમામ લોકોને એમ જ થયું કે, મહિલાનો જીવ ચાલ્યો ગયો પરંતુ મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર સુરત રેલ્વે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 3 પર રાજસ્થાન થી સુરત સ્ટેશન પર આવેલી ટ્રેનમાં મુસાફરી કરતી એક મહિલા સાથે આ ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર ટ્રેનમાં મુસાફરી કરી રહેલી 40 વર્ષીય મહિલા પોતાના બાળકો માટે પ્લેટફોર્મ પર નાસ્તો લેવા માટે ગઈ હતી. આ દરમિયાન ટ્રેન ચાલુ થઈને આગળ ચાલવા લાગી હતી. ત્યારે મહિલા ચાલુ ટ્રેનમાં ચડવા માટે દોડી, આ દરમિયાન ટ્રેનમાં ચડતી વખતે મહિલાનો પગ લપસી ગયો હતો.

પગ લપસી જતાં જ મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યાની અંદર પડી ગઈ હતી. આ ઘટના બનતા જ પ્લેટફોર્મ પર ભારે અફરાતફરી મચી અને આસપાસ ઉભેલા લોકોએ ભારે બૂમાબૂમ કરી હતી. આ દરમિયાન મહિલાને નીચે દિવાલ તરફથી સ્થિર અને શાંત રહેવા માટે આસપાસ ઉભેલા કેટલાક લોકોએ સમજાવી હતી.

અંદાજે ત્રણ જેટલા ડબ્બાઓ પસાર થઇ ગયાં ત્યારબાદ તેને રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ રેલ્વે પ્લેટફોર્મ પર હાજર કુલીઓએ મહિલાને બહાર કાઢી હતી. આ ઘટનામાં મહિલાનો ચમત્કારી બચાવ થયો છે. ઘટનામાં મહિલાના માથાના ભાગે ઈજા પહોંચી હતી.

તેથી તેને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. એટલા જ માટે મિત્રો કોઈપણ દિવસ ચાલુ ટ્રેનમાં ચડવાની કે ઉતારવાની કોશિશ ન કરવી જોઈએ. કારણ કે આપણી જરાક ઉતાવળને કારણે આપણે આપણો જીવ જોખમમાં મૂકી શકીએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*