પુરપાટ ઝડપે જતી કાર બેકાબુ થતા રોડની સાઇડના ખાડામાં પડી ગઈ, એક યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ, બે લોકો ઈજાગ્રસ્ત…

Published on: 4:27 pm, Thu, 19 May 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. અત્યાર સુધીમાં કેટલાય લોકોએ અકસ્માતની ઘટનાઓમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે હાલમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કાર બેકાબુ થઇને ખાડામાં પડી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે કારમાં સવાર એક યુવકનું કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટના ભીલવાડાના બેગોદ પોલીસ સ્ટેશન વિસ્તારના લાડપુરા હાઇવે પર બની હતી.

આજરોજ સવારે એક કાર બેગોદના ત્રિવેણીથી ભીલવાડા જઈ રહ્યો હતી. આ દરમિયાન લાડપુર હાઈવે પર કારની સ્પીડ વધુ હોવાના કારણે કાર અચાનક બેકાબુ બની ગઈ હતી. બેકાબૂ બની ગયેલી કાર રોડની બાજુના ખાડામાં પડી હતી.

આ ઘટનામાં એક યુવકે ઘટના સ્થળે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટના બનતા જ આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઈજાગ્રસ્ત થયેલા અન્ય બે યુવકોને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ સારવાર માટે મોકલ્યા હતા.

પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃત્યુની જાણ તેના પરિવારના લોકોને કરી હતી. આ ઘટનાની જાણ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં છોટુ રેગર નામના યુવકનું કરુણ મૃત્યુ થયું છે. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!