મિત્રો ગુજરાત રાજ્યમાં ઘણા બધા મંદિરો આવેલા છે. આપણે કોઈપણ મંદિરે જાવી ત્યારે આપણને એક શાંતિનો અનુભવ થતો હોય છે. તમે સૌ કોઈ લોકો અંબાજી, સોમનાથ અને શામળાજી મંદિરે દર્શન કરવા માટે ગયા જ હશો. અહીં મંદિરમાં આવતા જ એક અલગ જ શાંતિનો અનુભવ થતો હોય છે.
તો આજે આપણે આ મંદિરનું નિર્માણ કરનાર એક દાદા વિશે વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે આ દાદા દ્વારા ડિઝાઇન કરાયેલા મંદિર આજે દેશ દેશમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. તો ચાલો આ દાદા વિશે જાણીએ. આ દાદાનું નામ પ્રભાશંકર ઓધડભાઈ સોમપુરા છે.
તેમનો જન્મ 1896માં પાલીતાણામાં થયો હતો. તેમને બાંધકામ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપેલું છે અને તેમની આ કળા વારસામાં મળેલી છે. મિત્રો તમને જણાવી દઈએ કે દાદાના પરિવારનો વ્યવસાય શિલ્પક કળાનો હતો.
દાદાએ માત્ર સાત ચોપડી સુધીનો અભ્યાસ માંડ કર્યો છે. ત્યાર પછી તો તેઓ પોતાના પરિવારના ધંધામાં લાગી ગયા હતા. મિત્રો માત્ર સાત ચોપડી ભણેલા દાદા પાસે એવી કળા હતી કે ભલભલા આર્કિટેક્ચર પણ તેમની સામે આટી મારી જતા.
મિત્રો તમને જણાવી દઈએ કે સોમનાથ મંદિરની ડિઝાઇન અને બાંધકામનું કામ પ્રભાશંકર સોમાપુરાને સોંપવામાં આવ્યું હતું. તે સમયમાં 50 લાખ રૂપિયાના ખર્ચે મંદિરનું બાંધકામ પૂર્ણ થયું હતું. આ ઉપરાંત દાદા એ અંબાજી અને શામળાજી જેવા મંદિરને પણ પોતાની ડિઝાઇન આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment