રાત્રે ચાલતા-ચાલતા ઘરે જતા પરબતભાઈ રબારીનો અજાણ્યા શખ્સોએ જીવ લઈ લીધો… સમગ્ર રબારી સમાજ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો… ‘ઓમ શાંતિ’

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ડીસાના ઝેરડા ગામમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઝેરડાથી પમરુ રોડ પરથી પસાર થઈ રહેલા આધેડ ઉપર અજાણ્યા શખ્સોએ ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને આધેડ વ્યક્તિનો જીવ લઈ લીધો હતો.

આ સમગ્ર ઘટના બનતા જ ભારે ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ ડીસા તાલુકા પોલીસ સહિત ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ડીસા-ધાનેરા હાઇવે ઉપર આવેલા ઝેરડા ગામના ખેડૂત અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા પર્વતભાઈ રબારી મોડી સાંજે બસ સ્ટેશનથી પોતાના ઘર તરફ ચાલીને આવી રહ્યા હતા.

આ દરમિયાન ગામની શાળા પાસે કોઈ અજાણ્યા શખ્સોએ ધારદાર વસ્તુ વડે પરબતભાઈના માથાના, ગળાના અને હાથના ભાગે પ્રહાર કર્યા હતા. ધારદાર વસ્તુ વડે પરબતભાઈ પર પ્રહાર કરીને અજાણ્યા શકશો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પરબતભાઈના પરિવારના સભ્યો અને ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણે પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે પરબતભાઈના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું છે અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરબતભાઈ ના મૃત્યુના કારણે રબારી સમાજમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટનાની માહિતી મળતા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ, નરસિંહભાઈ દેસાઈ સહિતના સરકારી અને રાજકીય આગેવાનો સહિત સમાજના આગેવાનો સરકારી હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ ઉપરાંત તમામ લોકોએ માંગ કરી હતી કે આરોપી નહીં પકડાય ત્યાં સુધી અમે મૃતદેહને સ્વીકારશો નહીં. જેના પગલે ડીવાયએસપી ડો.કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

ત્યાર પછી તેમને રબારી સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરીને આરોપીઓને તાત્કાલિક અને ટૂંક જ સમયમાં પકડવાની ખાતરી આપી હતી. ત્યારબાદ પરબતભાઈના મૃતદેહને સ્વીકારી લેવામાં આવ્યું હતું. પછી ગામમાં લઈ જઈને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*