જ્યારે પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય ત્યારે હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે રાજસ્થાનના પાલી જિલ્લામાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાલી ગામથી થોડીક દૂર મન્લી દલડીયા ગામમાં આવેલું છે. મળતી માહિતી અનુસાર તુલસીરામ નામનો 35 વર્ષનો યુવક પોતાના પરિવાર સાથે રહે છે.
એક દિવસ પહેલા અચાનક તે બીમાર પડી ગયો હતો. તેથી પરિવારના લોકો લગભગ 11 વાગ્યાની આસપાસ બાઈક પર પાલી જિલ્લાની શ્રીરામ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં તેની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ થોડીક વાર પછી ડોક્ટરે તુલસીરામને મૃત જાહેર કર્યો હતો.
તેમના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા. જે યુવક સવાર સુધી એકદમ તંદુરસ્ત હતો અચાનક જ તેનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. લોકો વિચારી રહ્યા છે કે આટલી નાની અમથી બીમારીથી આ વ્યક્તિને મૃત્યુ કેવી રીતે થઈ શકે. આ વ્યક્તિના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવારજનો અને ગામમાં માતમ છવાઈ ગયું હતું.
પરિવારજનો માટે આ મુદ્દો સમજવો ખૂબ જ અઘરો બની ગયો હતો. તુલસીરામના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે મૃતદેહને અંતિમ સ્નાન કરાવીને વિધિ ચાલુ કરવામાં આવી હતી. આ દરમિયાન અંતિમવિધિમાં હાજર કેટલાક લોકોનું કહેવું છે કે, તુલસીરામના શરીરમાં અચાનક એક હલચલ મચી હતી અને અચાનક જ તેના પગ હલવા લાગ્યા હતા.
ત્યારબાદ આ ઘટનાની જાણ તે લોકોએ પરિવારના સભ્યોને કરી હતી. પરંતુ પરિવારના સભ્યો આ વાત માનવા તૈયાર જ ન હતા. ત્યારબાદ છેવટે પરિવારના લોકો તુલસીરામના મૃતદેહને ફરી એક વખત હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરીથી તેની સારવાર કરવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પરિવારના લોકોનું કેવું છે કે પહેલા જ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી ત્યાં થોડી ઘણી બેદરકારી દાખલ કરવામાં આવી હતી તેવું અમને લાગી રહ્યું છે. કારણ કે વ્યક્તિમાં ફરી એક વખત જીવ આવી ગયો હતો. પરંતુ ત્યાં યોગ્ય સારવાર ન મળવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. તુલસી રામના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તુલસી રામ સાત બહેનોમાં એકનો એક ભાઈ હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment