આજકાલ ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અત્યાર સુધીમાં અકસ્માતની ઘટનાઓમાં ઘણા હસતા રહેતા પરિવારો વિખેરાઈ ગયા છે. ત્યારે એક દુઃખદાયક અકસ્માતની ઘટના સામે આવી. આ અકસ્માતની ઘટના માંડવીમાં બની છે. અકસ્માતમાં પરિવારના લાડકવાયા દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દીકરો પોતાના દાદા સાથે પેપર આપવા માટે ગયો હતો. પરંતુ રસ્તામાં થયું એવું કે દીકરાનું મૃતદેહ ઘરે આવ્યું. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર માંડવીમાં રાજેશભાઈ નામનાએ વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે રહેતા હતા.
રાજેશભાઈને પાર્થ નામનો એક દીકરો હતો અને તે ધોરણ-8માં અભ્યાસ કરતો હતો. દીકરા પાર્થની પરીક્ષા ચાલી રહી હોવાના કારણે પાર્થના દાદા ચુનીલાલ ભાઈ પાર્થને પરીક્ષા આપવા માટે શાળાએ લઈ ગયા હતા. પેપર પૂરું થયું એટલે પાર્થ અને તેના દાદા ઘરે પરત ફરી રહ્યા હતા.
ત્યારે રસ્તામાં એક બેકાબૂ ટ્રક ચાલકે પાર્થ અને તેના દાદાને અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં પાર્થના દાદા ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે પાર્થનો ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પાર્થને ચુનીલાલ ભાઈને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પાર્થને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને માતા પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા હતા. એકના એક દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા પાર્થના પિતાની ફરીયાદના આધારે પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાર્થના દાદા રડતાં રડતાં કહી રહ્યા છે કે, હું મારા લાડકવાયા દીકરાને બચાવી ન શકયો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment