માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો : માતા દાદા-દાદી પાસે બે વર્ષના બાળકને મુકી ગઈ, ત્યારબાદ થયું એવું કે બે વર્ષના બાળકનું મૃત્યુ…

Published on: 12:20 pm, Thu, 14 April 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. પાણીના ટબમાં ડૂબી જવાના કારણે બે વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ભરતપુરના કમાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારના રોજ સવારે બની હતી. પ્રાણીઓને પીવા માટે રાખવામાં આવેલ અઢી ફૂટના પાણીના ટબમાં બે વર્ષના માસૂમ બાળકનું ડૂબી ગયો હતો.

મળતી માહિતી અનુસાર લગભગ 10 મિનિટ સુધી બાળકનો કોઈ પણ પ્રકારનો અવાજ ન આવ્યો, તેથી દાદાએ બહાર આવીને જોયું તો બાળક પાણીના ટબમાં ઊંધો પડેલો હતો. ત્યારબાદ દાદા બાળકને પાણીના ટબમાં થી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે.

પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ ઘરે કામ હોવાના કારણે બાળકની માતા ભગવતી બે વર્ષના નિશાંતને ઘરની નજીક રહેતા દાદા શ્રીચંદના ઘરે મૂકી લીધો હતો.

ત્યાર બાદ બાળકની માતા ઘરે આવેને કામ કરવા લાગે છે. નિશાંત દાદા-દાદી સાથે રમવા લાગે છે. નિશાંત રમતો રમતો ઘરની બાજુમાં પડેલી જગ્યામાં જાય છે. ત્યાર બાદ બાળક નોહરામાં રાખેલ પાણીના ટબ તરફ ગયો હતો. આ વાતની જાણ દાદા-દાદીને ન હતી.

રમતો રમતો બાળક પાણીના અઢી ફૂટના ટબમાં પડી જાય છે. પાણીમાં ડૂબી જવાના કારણે બાળકોના કરૂણ મૃત્યુ થાય છે. થોડીકવાર બાદ દાદાની નજર ટબ પર પડે છે. ત્યારબાદ દાદા દોડીને ત્યાં પહોંચે છે અને બાળકને ટબ માંથી બહાર કાઢીને ખાટલા પર ઊંધો સુવડાવીને પાણી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. બાળકના પિતા ડ્રાઇવર સુધારાને ચલાવીને તે પોતાનું ગુજરાન ચલાવતા હતા. બાળકના મૃત્યુના કારણે પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો : માતા દાદા-દાદી પાસે બે વર્ષના બાળકને મુકી ગઈ, ત્યારબાદ થયું એવું કે બે વર્ષના બાળકનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*