હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ગંગા નદીમાં સ્નાન કરી રહેલા 4 યુવકો ઊંડા ચાલ્યા ગયા હતા. આ કારણોસર તેઓ ઊંડા પાણીમાં ડુબવા લાગ્યા. આ ઘટના બન્યા બાદ 2 યુવકનો આબાદ બચાવ થયો છે. જ્યારે 2 યુવકોના પાણીમાં ડૂબી જવાને કારણે કરૂણ મૃત્યુ થયા છે.
આ ઘટના બન્યા બાદ પણ 30 મિનિટ સુધી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હતી. તેના કારણે લોકો ભારે રોષે ભરાયા હતા. આ ઘટના ગઇકાલે બપોરે શૃંગીરામપુરમાં ગંગામાં બની હતી. મળતી માહિતી અનુસાર 14 વર્ષીય સચિન, 17 વર્ષીય સની, 14 વર્ષીય મનીષ અને 17 વર્ષીય શિવમ ગઈકાલે બપોરે શૃંગીરામપુરમાં ગંગામાં નાહવા ગયા હતા.
આ દરમિયાન સ્નાન કરતી વખતે ચારેય મિત્રો મોબાઈલમાં સેલ્ફી લેવા લાગે છે. સેલ્ફી લેવાના ચક્કરમાં ચારેય મિત્રો ગંગા નદીના ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા. જેના કારણે જ ચારેય પાણીમાં ડુબવા લાગ્યા. ચારેય યુવકો અને પાણીમાં ડૂબતા જોઈને આસપાસના લોકોએ બે યુવકોને બચાવી લીધા હતા.
જ્યારે અન્ય બે યુવકો નદીના ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા. મોડી સાંજે નદીમાં ડૂબી ગયેલા મનીષ અને શિવમ મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે મૃત્યુ પામેલા યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકોના મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવશે. પરિવારના જવાનજોધ દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ત્યારે આ ઘટના બની ત્યારે પોલીસ 30 મિનિટ બાદ ઘટનાસ્થળે પહોંચી હતી. જેના કારણે લોકો ખૂબ જ નારાજ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment