જામનગરમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ધોરણ 10ના વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જતી વખતે 108, રીક્ષા અને કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ…

આજકાલ અકસ્માતની ઘટનાની સંખ્યાઓ વધી રહી છે. ત્યારે જામનગરના GIDC ફ્રેસ – 3 ના એપલ ગેઇટ પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં એક કાર, રીક્ષા અને 108 વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વિધાર્થીનું કરૂણ મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ અન્ય જગ્યાએ બનેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. ઘટનામાં 108ના દર્દીનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ જામનગરના જામજોધપુરમાં બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને પોતાની બાઇક પર જઇ રહેલા ત્રણ વિદ્યાર્થીઓને એક ટ્રકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બે વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર બંનેને સારવાર માટે 108 મારફતે જામનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા.

આ દરમિયાન જામનગરની જીઆઇડીસીના ફ્રેસ-3 પાસે 108નો પણ અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક વિધાર્થીનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર ધોરણ 10 ની પરીક્ષા આપીને કિસન, નવનીત અને અન્ય મિત્ર બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં તેમનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત થયેલા બંને મિત્રો અને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં રીક્ષા કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર થતાં ત્રીપલ અકસ્માતની ઘટના સર્જાઇ હતી.આ ઘટનામાં કિશનનું કરૂણ મૃત્યુ થયું હતું.

કિશન પોતાના ભાઈ અને બહેનમાં સૌથી નાનો હતો. કિશન નું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટના બની ત્યારે આ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*