તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વડીયો જોતા હશો. સોશિયલ મીડિયામાં નાના બાળકોના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. ઘણી વખત નાના બાળકોની અમુક એવી વાત સાંભળીને તમે પણ ખડખડાટ હસી પડ્યા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં એક માસુમ બાળક ભણતી વખતે પોતાની માતાને એવા શબ્દો કહી દે છે કે વીડિયો જોઈને તમે પણ પોતાની હસી નહીં રોકી શકો. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક માસુમ બાળક ભણતો જોવા મળી રહ્યો છે.
તમે જોઈ શકો છો કે પેપર અને પેન્સિલ વડે તે કાંઈક લખતો જોવા મળી રહ્યો છે. બાળકોનું મોઢું જોતા એવું લાગી રહ્યું છે કે તેને ભણવામાં જરાક પણ રસ નથી. ભણવાની જગ્યાએ બાળક પોતાની માતા સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ જાય છે. બાળક પોતાની માતાને કહી રહ્યો છે કે, “મમ્મી હું પરેશાન થઈ ગયો છું.
હું આ દુનિયામાં કેમ આવ્યો તે મને નથી ખબર પડતી. હું આ દુનિયા છોડી દઈશ. આ શબ્દો બોલતી વખતે બાળક ખૂબ જ ગુસ્સામાં હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન બાળકની માતા તેને પૂછે છે ત્યારે કેમ દુનિયા છોડીને જવું છે, ત્યારે માસુમ બાળકો પોતાની માતાને જવાબ આપે છે કે ”
મને આ દુનિયામાં મને નથી લાગતું”, ત્યારે માતા પૂછે છે કે કેમ મન નથી લાગતું, ત્યારે બાળક તેની માતાને કહે છે કે “તું ખૂબ જ ગંદી છો”. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર daiviksharma28 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
આ વિડીયો 41 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત ચાર લાખથી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ઘણા લોકો રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment